________________
.. - પ્રવાસી મિત્રે
૨૭ નિમકહરામ કાણુ કહેવાય ? આર્ય ધર્મને અને આયનાં દેવદેવીઓની મૂર્તિઓને આજથી હું પાખંડ માનીશ, મારાથી બનશે તેટલો તેમના નાશને જ પ્રયત્ન કરીશ અને કાફિરોને પાક અલ્લાહનો પવિત્ર ધર્મ પાળવાની ફરજ પાડીશ. હિંદુઓને તો હવે હું તમારા કહ્યા વિના પણ મારા શત્રુઓ ગણીશ જ. તેઓ હવે તે મને ધિક્કારવાના જ, ત્યારે મારે તેમને શા માટે ન ધિારવા ? હું જ્યારે હિન્દુ હતો, તે વેળાએ ગંગાજળને જેટલું પવિત્ર માનતો હતો, તેટલું જ હવે ગોરક્તને પવિત્ર માનીશ અને હિન્દુ ધર્મને નાશ, એ જ મારું સદાનું કર્તવ્ય થશે. વિશેષ હું કાંઈ પણ કહી શકતો નથી. મારા તરફથી દગોફટકાની ભીતિ રાખશે જ નહિ.” એમ કહીને તે પોતાને આસને બેસી ગયો.
કળાવતીઓનાં નૃત્ય ગાયન પછી દબંર બરખાસ્ત કરવામાં આવ્યો.
ત્યારે શું એક પરિપૂર્ણ ધર્મનિષ્ઠ બ્રાહ્મણવર્ય મુસલ્માન થયો ? હા થયા. બ્રાહ્મણ છતાં પણ બ્રાહ્મણના નાશની પ્રતિજ્ઞા કરી? હા, કરી તો ખરી. શું એ પ્રતિજ્ઞાનું યથાર્થ રીતે પાલન કરવા જેટલી એનામાં કરતા હશે ? એ પ્રશ્નનો જવાબ અત્યારે આપી શકાય તેમ નથી. એ ઉત્તર સમય આપશે.
દ્વિતીય ખડ
પ્રથમ પરિચ્છેદ
પ્રવાસી મિત્રો પ્રથમ ખંડમાં વર્ણવેલી ઘટનાને પાંચ વર્ષ થઈ ગયાં છે. ઈ. સ. ૧૫૬૭ ના ગ્રીષ્મ ઋતુના વૈશાખ માસમાં પ્રસ્તુત ખંડ નો પ્રારંભ થાય છે.
સૂર્યભગવાનના અસ્તાચલગમનને થોડો જ સમય થએલો છે. રાવર્ણ આકાશમાં કિચિત શ્યામતાની છટા પ્રસરેલી જોવામાં આવે છે. રક્તવર્ણ આકાશના અધોભાગે વિહંગમના સમૂહો વેગથી ઉડતા પિતાના નિવાસસ્થાને માં જતા જોવામાં આવે છે. વૃક્ષનાં વૃન્દા એવાં તે શાન્તભાવથી ઉભેલાં છે કે જાણે તેઓ સંધ્યાના આગમનની માર્ગ પ્રતીક્ષા જ કરતાં હોયની! એવો જ ભાસ થાય છે. શીતલ સમીર પોતાના લહરી૫
તો તેનાથી પ્રસારીને વૃક્ષેનાં શિખરભાગસ્થ પણેને કંપાયમાન કરી રહ્યો છે. એવા એક રમણીય પ્રદેષ સમયે, વાલેશ્વરથી જે માર્ગ જગન્નાથપુરી પ્રતિ ગયેલો છે, તે માર્ગની એક બાજૂએ એક વિશાળ વૃક્ષતળે બે યુવક પ્રવાસીજનો બેઠા બેઠા કેઈ વિષય વિશે સંભાષણનો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com