________________
પ્રવાસી મિત્ર
૨૯
પ્રભાત! તું ઘણું જ મોટી ભૂલ કરે છે. શું તું મુસલમાનોના પ્રબળ પરાક્રમોથી અજાણ્યો છે? એ પવનની ગતિને રોકવાનું કાર્ય દુર્બલ એરીસાવાસીઓથી થઈ શકે તેમ નથી અને તું તથા હું તે કટિકા સમાન છીએ.” પગેશે પુનઃ પિતાના ઉત્સાહહીન વિચારે આગળ મૂકયા.
“મુસલમાનના પ્રબળ પરાક્રમને હું સારી રીતે જાણું છું. પઠાની સેના જે વેળાએ અરીસામાં પ્રવેશ કરશે, તે વેળાએ તેને કઈ પણ રોકી શકે તેમ નથી. થોડા દિવસમાં બંગાળા પ્રમાણે ઓરીસામાં પણ મુસલ્માનો અધિકાર થઈ જશે.” પ્રભાતે આ વેળાએ કાંઈક ગેશને મળતા વિચારો વ્યક્ત કર્યા.
ત્યારે વિના કારણુ પ્રાણ આપવાની શી આવશ્યકતા છે? જે જીવન હશે, તે સંસારપર બીજા અનેક ઉપકાર કરી શકાશે.” પગેશે પ્રભાતના બલવાને લાભ લીધો અને પિતાની ધારણને દઢાવવાનો પ્રયત્ન કર્યો.
દેશસેવાની ઈચ્છા હું તો એટલા માટે જ રાખું છું કે, અત્યારે ગૃહસ્થાશ્રમના બન્ધનથી હું બંધાયેલ નથી અને હવે પછી પણ ગૃહ
સ્થાશ્રમી થવાની મારા મનમાં ભાવના થતી નથી. મને સર્વ શૂન્ય અને નિર્જનવત દેખાય છે, અને તેથી જ યુદ્ધના ભીષણ ક્ષેત્રમાં વિચારવાની મહત્ત્વાકાંક્ષા થાય છે. હું તો એ વિશેનો મારો નિશ્ચય દઢ કરી ચૂક્યો છું. પછી તે જે નારાયણ કરે તે ખરું.” સાહસી પ્રભાત પિતાના નિશ્ચયથી રંચ માત્ર પણ ચલિત થયો નહિ.
અહીં રહેવાથી ગૃહસ્થાશ્રમી થવાની ભાવના થવી અશક્ય છે. દેશમાં ચાલી અને કોઈ સુશીલ કન્યા સાથે વિવાહ કરો, એટલે પોતાની મેળે જ એ ભાવના દઢ થઈ જશે.” યોગેશે જરાક વિનોદ કરીને પ્રભાતને બહુવચનમાં સંબોધન કર્યું.
“નાબંધુ! વિવાહ કરવાની મારી વાંછના નથી. જે સહોદરના કાંઈ પણ સમાચાર મળ્યા હતા, તે હું ગમે તેમ કરત; પણ હવે તે મેં મનમાં દઢ પ્રતિજ્ઞા કરી છે કે, જ્યાં સુધી તેનો શોધ કરી ને શકાય, ત્યાં સુધી સંસારમાં લિપ્ત ન થવું.” પ્રભાતે પિતાની ઉદાસીનનાનું વળી એક બીજું જ કારણ બતાવ્યું. - “તારી એ પ્રતિજ્ઞા અયોગ્ય છે. જે તારે સદર અત્યાર સુધી જીવતો હોત, તો અવશ્ય પાછો આવ્યો હોત. પણ જ્યારે આજ પાંચ છ વર્ષથી તેના કોઈ પણ સમાચાર જ મળ્યા નથી, ત્યારે હવે તેની આશા રાખવી વ્યર્થ છે.” યોગેશે અભિપ્રાય આપ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com