________________
૩૦ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય
“હું તે આશા છેડીને જ બેઠો છું. પરંતુ કેટલાકનું એમ પણ કહેવું છે કે, તે હજી જીવતા છે. ડાક દિવસ પહેલાં એક મનુષ્ય . નવ્વાબના બરમાં ગયો હતો, અને તે તેમને ત્યાં જેવા વિશેની કેટલીક વાત પણ કરતો હતો,” પ્રભાતે કહ્યું.
“એવી અફવા તો હું પણ ઘણી વાર સાંભળી ચૂક્યો છું. પરંતુ તેના લાવેલા સમાચારથી તે વળી નિરાશામાં વધારો જ થાય છે. તે તે એમ કહેતે હતો કે, પ્રભાતને ભ્રાતા મુસદ્ભાન થઈ ગયો છે.” પગેશે દુઃખકારક વાર્તા વર્ણવી.
“એ વાર્તામાં વિશ્વાસ રાખી શકતા નથી. હું સારી રીતે જાણું છું કે, આર્યધર્મમાં મારા બ્રાતાની પૂર્ણ ભક્તિ છે. જ્યારે તેમણે દર્શનશાસ્ત્રના અભ્યાસનો આરંભ કર્યો, ત્યારે ઘણું લોકોને એવો અભિપ્રાય હતો કે, એ મહાન નાસ્તિક નીકળશે. પરંતુ હું તો જોયા જ કરતો હતો કે, જેમ જેમ તેમના દર્શનશાસ્ત્રના અભ્યાસની વૃદ્ધિ થતી હતી, તેમ તેમ દેવ દેવીમાં તેમની ભક્તિની પણ વૃદ્ધિ થતી જતી હતી. કાવ્યના અભ્યાસની સમાપ્તિ કરીને મેં સ્મૃતિને અભ્યાસને વિચાર કર્યો હતા, પરંતુ ભ્રાતાના આગ્રહથી જ મેં ન્યાયશાસ્ત્રના અભ્યાસનો આરંભ
ક્યોં હતું. તેમનું એ જ મત હતું કે, દર્શનશાસ્ત્રના અભ્યાસથી ધર્મજ્ઞાન પુષ્ટ થઈ શકતું નથી.” પ્રભાતે પોતાના બંધુની અંતઃકરણ પૂર્વક પ્રશંસા કરી.
“તારી વાત હું માનું છું અને એથી જ કોઈ કોઈવાર એ વિશે મારા મનમાં પણ શંકા થયા કરે છે. છતાં પણ એ અફવાને હું સર્વથા નાપાયદાર તો માની નથી જ શકતો. અરેરે કેવા દુષ્ટ કાળમાં તમારો કાજ સાથે ઝગડો થયો! તે કાજીએ જ તમારા સર્વસ્વનો નાશ કર્યો. વા-તારા બંધુ અને કાજીમાં જે પરસ્પર કલહ ઉત્પન્ન થયે અને જેનું આવું અનર્થકારક પરિણામ આવ્યું, તેનું મુખ્ય–પ્રધાન કારણ શું હતું, તે તું જાણે છે કે ? એ જાણતો હોય, તો કહી સંભળાવ.” યોગેશના હદયમાં દુઃખ થવાથી તેણે એ પ્રશ્ન પૂછ્યો.
“જાણું કેમ નહિ? અગ્રદીપના કાજીએ આવીને પાટલીમાં દેવી સર્વમંગલાના મન્દિર સમક્ષ ગોહત્યા કરવાનો ઉદ્યોગ કર્યો હતો. તે વેળાએ મારા બંધુએ જ ગ્રામના સર્વ મનુષ્યને ઉત્તેજિત કરીને એ દુષ્ટ કાર્યમાં અવરોધ કર્યો હતો અને તેથી કાજી ઘણે જ ખીજાઈ ગયે હતો. અમારા દુર્ભાગ્યની પ્રબળતાથી તે વર્ષમાં કરનો કેટલોક ભાગ અમારાથી આપી શકાય નહોતે. એટલે કાજી કાનૂન સાથે મળી ગયો અને તેની સહાયતાથી અમારી બધી જમીન જપ્ત કરાવી લીધી. વળી ઘરબાર લૂટીને બાકીને કર પણ વસૂલ કર્યો મિત્ર! મુસલમાનો આજકાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com