________________
૩૬ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય
“હવે અવશ્ય તેઓ એકત્ર થશે. સ્વાર્થ ત્યાગ કરીને મનુષ્ય જે પિતાના જીવનની આશા છોડી દે, તો તેમના સમૂહમાં લક્ષાવધિ લોકે આવી મળવાનો સંભવ હોય છે. ચૈતન્યના ધર્મને આટલો બધો પ્રસાર, એ જ એનું પ્રત્યક્ષ ઉદાહરણ છે.” પ્રભાતે વળી પણ તેનું મુખ બંધ કરી નાંખ્યું.
“ધર્મને પ્રચાર કરવો અને યુદ્ધમાં ઝંઝીને પ્રાણનું બલિદાન દેવું, એ ઉભય સમાન કાયો છે કે?” પેગેશે વળી એક નવીન પ્રશ્ન આગળ મૂકો.
ના–એ કાયો પરસ્પર સમાન નથી. પરંતુ સંસારનાં સર્વ કાયોને સિદ્ધ કરવાને એ એક સાધારણ નિયમ છે. અર્થાત સર્વજનોનું જેથી હિત થતું હોય, એવું કોઈ પણ કાર્ય કરવામાં કપટ અને સ્વાર્થને ત્યાગ કરીને જે કાઈ મનુષ્ય અગ્રેસર થાય છે, તે તત્કાળ સહસ્ત્રશઃ મનુષ્ય તેનું અનુકરણ કરવાને તત્પર થઈ જાય છે.” પ્રભાતે પોતાના બુદ્ધિચાતુર્યથી નિયમનું યથાર્થ વિવેચન કરી સંભળાવ્યું.
“સત્ય-કઈ કઈ કાર્યમાં એમ થાય છે ખરું. પરંતુ જે કાર્યમાં પ્રત્યક્ષ કાળના કુઠાર પ્રહારથી મરણ શરણ થવાની ભીતિ સાક્ષાત આવીને સન્મુખ ઊભી રહે છે, એવાં કાયોમાં જનસમૂહ હઠ કરીને ઉત્સાહથી ભાગ લેતા જોવામાં નથી આવતો.” યોગેશે પોતાના પક્ષને નિભાવ કરવા માટે એ નિયમમાં પણ પાછો એક અપવાદ બતાવ્યો.
રાજસ્થાનમાં એનાં સેંકડો દષ્ટાન્ત મળી આવે છે અને રામાયણ તથા મહાભારતમાં પણ અનેક ઉદાહરણો દૃષ્ટિગોચર થાય છે. આપણું સમાજમાં પણ એવા હજારે મનુષ્યો જીવતા છે, કે જેઓ કોઈ દઢ નેતા મળે, તે સ્વદેશસ્વાતંત્ર્યની રક્ષા માટે તત્કાળ પ્રાણુ અપવાને કિંચિત્માત્ર પણ સંકોચ વિના સર્વથા તત્પર છે.” એ શબ્દો ઉચ્ચારતી વેળાએ પ્રભાતનું મુખમંડળ કાપથી લાલચોળ થઈ ગયું હતું.
“તારી તે નેતા થવાની ઈચ્છા નથી ને ?” યોગેશે વીરરસમાં હાસ્યરસના અપ્રાસંગિક પ્રભાવનું દર્શન કરાવ્યું.
યોગેશ ! હું જાણું છું કે, તું હાસ્ય કરે છે. પણ એથી કાંઈ મારે નિશ્ચય ડગેવાને નથી. મારા જે એક શુદ્ધ મનુષ્ય નેતા થાય, એ અસંભવિત છે. છતાં પણ એટલું તે હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે, મારાથી બની શકશે ત્યાં સુધી હું સાધારણ જનોના હૃદયમાં સાર અને સાહસનો અગ્નિ પ્રજળાવીશ. આ દેશની પ્રજાને ઉત્તેજિત કરવા માટે વધારે પ્રયત્ન કરવા પડશે નહિ; કારણ કે, અત્યાર સુધી આરીસા સ્વતંત્ર છે, આપણુ જેવી દુર્બળતા અદ્યાપિ એમનામાં આવી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com