________________
૩૪ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય પંથમાં પ્રવેશ નહિ જ કરે. તો દેશમાં નીચ જાતિના લોકોની સંખ્યા જ વિશેષ છે અને તેથી જ ચિતન્યને સમાજ દિવસે દિવસે વધારે પુષ્ટ થતો જશે. પછી ઉચ્ચ સંપ્રદાયના પુરુષો પણ કેટલાક વિષયોમાં લાભ 1 મેળવવાના હેતુથી અને સન્માન સાધવા માટે તેમના પંથમાં મળી જશે, અર્થાત અલ્પ કાળમાં જ વૈદિક ક્રિયા કર્મ આદિને લોપ થઈ જશે. પરંતુ એટલું બધું થતાં પહેલાં હજી ઘણો સમય વીતશે.” પ્રભાતે એ વાકયપરંપરાથી પોતાની દીર્ધદષ્ટિનું દર્શન કરાવ્યું.
“ચાલો હવે એ વિવાદને રહેવા દઈએ અને આપણું સ્વદેશગમનને વિચાર ચલાવીએ. કહે કે, અંતે તારે શે વિચાર છે?” પેમેરો પાછી પિતાને પૂર્વનિર્દિષ્ટ વિષય નવીનતાથી કાઢ્યો.
હું તે અત્યારે સ્વદેશમાં નથી આવવાને. ક્ષમા કરે. પઠાણના આક્રમણનું પરિણામ જોયા વિના હું અહીંથી નીકળી શકું તેમ નથી. દેશના સંકટના સમયમાં દેશ માટે પ્રાણ અર્પવાને જ હું સર્વથી શ્રેષ્ઠ ધર્મ માનું છું.” પ્રભાત પોતાના સંક૯૫માં સર્વથા અચળ રહ્યો.
“તું જેટલી વાત કહે છે, તે બધી ગાંડાઈથી ભરેલી છે. ઓરીસાપર સંકટ આવે, તેની સાથે આપણું શું લાગે વળગે? હા-જે બંગાળા_ –પોતાના ગૃહદેવમંદિરમાં નિત્ય શાસ્ત્રોક્ત વિધિથી ચૈતન્યની પૂજા કરે છે. તેના મરણ પછી તેના અનુયાયીઓમાં વળી એક નવો પંથ ઉત્પન્ન થયું. એ પંથવાળા સ્ત્રીઓના આત્મિક સ્વાતંત્ર્યને સિદ્ધ કરનારા હતા. એમના મઠમાં સ્ત્રી અને પુરુષ સાધુઓ સર્વ અવિવાહિત જ રહેતાં હતાં અને શિરપર માત્ર એક જ વાળ રહેવા દઈને સ્ત્રીએ પોતાના બીજા બધા વાળે મૂંડાવી નાંખતી હતી. સ્ત્રી અને પુરુષ ઉભય વિષ્ણુ અને ચૈતન્યના ગુણોનું એકઠાં મળીને ગાન કરતાં હતાં અને નાચતાં હતાં. એ વૈષ્ણવધર્મમાં એક ખાસ પ્રશંસનીય વાર્તા એ હતી કે, સ્ત્રીની બુદ્ધિને તેઓ સારી રીતે ઓળખતા હતા, અને તેથી બહારની બીજી સ્ત્રીઓને ઉપદેશ આપવા માટે સર્વદા સાધુ સ્ત્રીઓની યોજના કરવામાં આવતી હતી. ઘણુ લાંબા સમય સૂધી બંગાળનાં કુલીન કુટુંબોમાં અને અંતઃપુરમાં (જનાનખાનામાં) માત્ર એ સ્ત્રી ઉપદેશિકાઓને જ આવવાની આજ્ઞા મળતી હતી. પચાસ વર્ષ પહેલાં એ સ્ત્રી ઉપદેશકાઓએ સ્ત્રીશિક્ષણની ઘણી જ સારી ઉન્નતિ કરી હતી અને એ ગુણના પ્રભા વથી જ લકત્તામાં એમને સારી રીતે પ્રસાર થઈ શકે હતો. તે સમયથી વૈષ્ણવ સ્ત્રી ઉપદેશિકાઓ-વિવિધ જાતિની સ્ત્રી ઉપદેશિકાઓ એ વ્યવસાયને વળગી રહેલી છે. કેટલીકવાર સારી નારીઓ સાથે કેટલીક નઠારી સ્ત્રીઓ પણ એ વ્યવસાય કરતી જેવામાં આવે છે. ઇ. સ. ૧૮૬૩ માં એ સ્ત્રીશિક્ષકોને સરકારી કેવવા જતાં કામે લગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યું હતું, પણ એ કાર્યમાં તે સ્ત્રીઓ ગ્ય જણાઈ નહિ, તેથી તેમને કાઢી નાંખવામાં આવી.
: Sir W. W. Hunter's Indian Empire, Hill.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com