________________
૩૨ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય જીવન છે, ત્યાં સુધી અન્ય જીવોના લાભ માટે જ બની શકે તે પ્રયત્નો કરવા, એવો મેં નિશ્ચય કર્યો છે.” પ્રભાતે પોતાનો વિચાર દર્શાવ્યો.
- પ્રભાતનું એ ઉત્તર ચાગેશને ઉચિત ન જણાયું, તેથી તેણે ઉપાલંભના ૫માં કહ્યું કે, “ત્યારે એટલામાટે જ તું રીસામાં રહી પઠાણની તત્વારથી પોતાના મસ્તિષ્કનું છેદન કરાવવાને તત્પર થયો છે, એમ સ્પષ્ટ જણાય છે.”
હું કાંઈ પઠાણની તત્વારથી મારા શિરનો ઉછેદ કરાવવા માટે તત્પર થયો નથી; કિન્તુ સ્વદેશ સ્વાતંત્ર્યની રક્ષામાટે જ તત્પર થએલો છું. સ્વદેશની સેવા કરતાં યદિ શરીરને સંહાર થશે, તે નિશ્ચયથી જાણજે કે, પ્રભાતને અજય સ્વર્ગ નિવાસનો લાભ મળશે.” પ્રભાતે તેના ઉપાલંભનું ઉચ્છેદન કરી નાંખ્યું.
યુદ્ધમાં પ્રાણબલિદાન આપવાનું કાર્ય બ્રાહ્મણનું નથી. મને તો એ જ માર્ગ વધારે સરળ અને લાભકારક દેખાય છે કે, આવા ઉન્માદનો ત્યાગ કરીને પોતાના દેશમાં ચાલ અને ત્યાં બની શકે તે પોતાના સમાજના કલ્યાણ માટે પ્રયત્ન કર. ચેતજે પ્રચલિત કરેલી જાતિભેદને
* ચૈતન્યને જન્મ ઈ. સ. ૧૪૮૬માં થયો હતો, અને જગન્નાથની પૂજાનામે તેણે વૈષ્ણવ સિદ્ધાન્તને બંગાળ અને એરીસાના સમસ્ત પ્રદેશમાં પ્રચાર કર્યો હતો. ચૈતન્યનું જીવન પવિત્રતા અને અલૌકિક ચમત્કારેથી ભરેલું હતું. મરણ પછી ચાર સદી સુધી એને ઈશ્વરને અવતાર માનીને એની પૂજા કરવામાં આવતી હતી. સત્ય ઇતિહાસ કરતાં એના વિશે દંતકથાઓ વધારે સંખ્યામાં ફેલાચલી હોવાથી આપણે એના ગૃહજીવન વિશે ઘણું જ થોડું જાણી શકીએ છીએ. જે જાણી શકીએ છીએ તે એટલું જ છે કે, લકત્તા પાસેના નડિયા નામક ગ્રામના નિવાસી એક બ્રાહ્મણને એ પુત્ર અને અને યુવાવસ્થામાં એક પૂજ્ય મહાત્માની પુત્રીથી તેને વિવાહ સંબંધ થયો હતો. ચોવીસ વર્ષની અવસ્થામાં તેણે સંસારને ત્યાગ કર્યો અને ગૃહસ્થાશ્રમધર્મને ત્યાગીને તે મારીસામાં ચાલ્યો ગયો. ત્યાં પિતાના બાકી રહેલા આયુષ્યના દિવસે તેણે પિતાના નવીન ધર્મના વિસ્તારના કાર્યમાં વ્યતીત કર્યા. ચમત્કારિક રીતે ઈ. સ. ૧૫૨૭ માં તે અદ્રશ્ય થઈ ગયે.
ચૈતન્યના સિદ્ધાન્તના આપણી પાસે જઈએ તેટલા પૂરાવા છે. તેના મત પ્રમાણે મેક્ષના માર્ગમાં જાતિભેદ કે વર્ણવ્યવસ્થા જેવું કશું પણ હતું નહિ. હિંદુઓ અને મુસલ્માને તેના શ્રમમાં એક સરખે ભાગ લેતા હતા અને તેના ઉપદેશને લાભ મેળવતા હતા. તેને એ દઢ અભિપ્રાય હતો કે, સર્વ મનુષ્ય સમાનતાથી ધર્મના અધિકારી છે અને ધર્મશ્રદ્ધાથી સર્વ જાતિઓ એક સરખી રીતે મિકથઈ શકે છે. અચલ શ્રદ્ધા અને દૃઢભક્તિ, એ બે ચૈતન્ય ધર્મનાં મુખ્ય ત હતાં. શાક્ત ક્રિયાઓ કરતાં એકધ્યાનતાને તે મેક્ષ પ્રાપ્તિનું વિશેષ ઉત્તમ સાધન માનતા હતા. પિતાના ધર્મગુરુની આજ્ઞાને અનુસરવું, એ એના પંથની મુખ્ય આજ્ઞા છે, તો પણ તે પિતાના અનુયાયીઓને વારંવાર ચેતવતા હતા કે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com