________________
જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય વ્યાપાર ચલાવતા દષ્ટિગોચર થાય છે. તેમના પરસ્પર સંબધથી જાણી શકાય છે કે, એકનું નામ પગેશ છે અને બીજાનું અભિધાન પ્રભાત છે.
પ્રભાત! તું કઈ પણ પ્રકારના સંશય વિના સ્પષ્ટ કહી દે, કે, તારા મનના ખરેખરો ભાવ શો છે? મને તો એમ જ ભાસે છે કે, તે માત્ર વિનોદવાર્તા જ કરે છે.” મેંગેશે કહ્યું :
નહિ, યોગેશ! હું તારાથી વિનેદ નથી કરતે. ખરેખરા ભાવથી કહું છું કે, આ વર્ષે હું સ્વદેશમાં જવાનું નથી.” પ્રભાતે ઉત્તર આપ્યું.
“જો તું સ્વદેશમાં ન આવે, તે હું તને એકલો છોડીને કેવી રીતે ઘેર જઈ શકું વા?” પગેશ બોલ્ય.
“હું કાંઈ તને જવાની સલાહ આપતો નથી. સામો હું તે એમ જ કહું છું કે, આ વર્ષે તું પણ દેશમાં ન જા.” પ્રભાતે પિતાને વિચાર દર્શાવ્યો.
હવે વધારે દિવસ અહીં રહેવાથી શું લાભ થવાનું છે? ઘણું દિવસથી સમુદ્ર જેવાની જે ઈચછા હતી, તે પણ પૂરી થઈ ગઈ. હવે વિનાકારણ એરીસામાં રહેવાથી સમયને વ્યર્થ વ્યય થવાનો.” પગેશે તેના વિચારથી વિરુદ્ધ પિતાનો વિચાર જણ.
હું અહીં રહેવા ઈચ્છું છું, તેનું કારણ જૂ પૂંજ છે, અને તે તેને હું એકાદવાર જણાવી પણ ચૂકયો છું. તે દિવસે પંડ્યાના મુખથી જે વર્ણન આપણે સાંભળ્યું હતું, તેથી તે એમ જ અનુમાન કરી શકાય છે કે, વર્ષાઋતુ પૂર્વે જ મુસભાનો આ પ્રદેશ પર ચઢાઈ કરવાના છે. દેશની આવી વિપત્તિની વેળામાં જો આપણે અહીં રહીને દેશની કાંઈ પણ સેવા કરી શકીશું, તે આપણું જીવન સફળ થશે.” પ્રભાતે લાગણીથી કહ્યું.
શિવ ! શિવ ! ! પ્રભાત ! તારા બોલવાપરથી તે આજે એમ જ જણાય છે કે, તું આજે કાંઈક ગાંડ બની ગયો છે. જે મુસલ્માને આ પ્રદેશ પર અવશ્ય ચઢાઈ કરવાના જ હોય, તે પણ તારાથી અને મારાથી શું થઈ શકે એમ છે?” પોગેશે પ્રભાતના વિચારોને હાસ્ય અને વિનોદમાં ઉડાવી દીધા.
“તારું કહેવું સત્ય છે કે, માત્ર તારાથી અને મારાથી દેશને કાંઈ પણ લાભ થવાની આશા નથી. તથાપિ જ્યારે એરીસાના નિવાસીઓ પિતાના દેશ, પોતાના સ્વાતંત્ર અને સમસ્ત આર્યાવર્તના પવિત્રતમ ધામની રક્ષા માટે પોતાના સામર્થ અનુસાર યુદ્ધ કરવા તત્પર તે વેળાએ આપણે પણ તેમની પૂઠે રહીને જે એક પણ શત્રનો નાશ કરી શકીશું, પણ આપણું જન્મની સાર્થકતા થવા સંભવ છે.” પ્રભાતે પિતાના અત્યંત ઉદાત્ત વિચારોનું વળી પણ પ્રકટીકરણ કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com