________________
૨૬
જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય
થાય અને તે પણ વળી પાતાના ધર્મની દીક્ષા સહિત, તે સ્વાભાવિક રીતે જ તે સ્ત્રીના મનમાં કેટલા ખા સંતાષ થવા જોઇએ, એની કલ્પના વાચકા કરી શકે તેમ છે. વિવાહસમારંભથી પુરુષા કરતાં સ્ત્રીઓને સહસ્રધા વિશેષ આનંદ થાય છે, એ કાણુ નથી જાણુતું ? આજના સુખ સમક્ષ સ્વર્ગનું સુખ પણ નજીરનને તુચ્છ સમાન ભાસવા લાગ્યું. તે જીવતાં જ પાતાને સ્વર્ગના ઉદ્યાનમાં વિચરતી તેવા લાગી.
નજીરુદોનના મુખમંડળમાં પણ હાસ્યની છટાતા હતી જ. પણ તે હાસ્યની છટામાં એક પ્રકારની ગંભીરતાનું એવું તેા ન જાણી શકાય તેવું મિશ્રણ થગેલું હતું કે, નજીરને એ વિશે લેશ માત્ર પણ શંકા આવી નહિ. નૃતન દંપતીએ વિવાહની એ પ્રથમ રાત્રિ ધણા જ આનંદ અને સુખ વિલાસમાં વીતાડી. બીજા દિવસના સૂર્ય ઊગ્યા. સૂર્ય તે જ હતા, નભામંડળ તેજ હતું અને દેશ પણ તેજ હતા, પરંતુ નિરંજન પાતે નવા-નસ્જીદ્દીન-થઈ ગએલા હેાવાથી, એ સર્વે નૈસર્ગિક પદાર્થો તેને નવીન અને અપરિચિત સમાન ભાસવા લાગ્યા. તેનાં નેત્રમાંથી એ અશ્રુબિંદુ ટપકાં અને તેમણે તેના હૃદયમાં ભયંકર પરિવર્તન કરી નાંખ્યું.
દામાદ (જમાઈ)ને સરપાવ આપવા માટે નવ વાગ્યાના શુમારે દર્યાંરે ખાસ ભરવાના હુકમ થએલા હતા અને નજ઼રુદ્દીન પશુ માં જવાના હતા. તેથી વહેલાજ તે તૈયાર થયા અને નાસ્તા કરીને દર્ભોરમાં આવી પહોંચ્યા. નખ્વાબ સુલયમાન પેાતાના ઉચ્ચ આસને વિરાજેલા હતા અને સર્વ અધિકારીઓ પણ પોતપોતાના આસનને વિભૂષિત કરતા બેઠા હતા. નજ઼દ્દીનનું આગમન થતાં જ સર્વેએ ઊઠીને તેને માન આપ્યું. નખ્વાબે તેને પાશાકના થાળ અને શસ્ત્ર આપીને ઘણા જ પ્યારથી કહ્યું કે;
“નજીર ! મારી મેહરબાનીથી જે પદવી મેળવવાને આજે તું સમર્થ થયા છે, તે પદવીને દીપાવજે. મારી કાન્તિને કલંકિત કરીશ નહિ. નજીરુન્નિસાને હું મારી પુત્રી સમાન ગણું છું અને તેથી તને હું મારા પેાતાના દામાદ જ માનું છું. દામાદ હંમેશા પુત્રજ કહેવાય છે, માટે તું મને પિતા ધારીને જ મારી આજ્ઞાનું પાલન કરીશ, એવી હું આશા રાખું છું. હિંદુ ધર્મ અને હિંદુ જાતિ સાથેના તારા સંબંધ સદાને માટે ટૂટી ગયા છે, માટે તેમનામાં તારે હવે કશી પણ પ્રેમભાવના રાખવાની નથી. તેમને તે! હવે તું તારા શત્રુ જ માનજે.”
“ખુદાવન્દની કૃપાથી જ મને આજે આટલું અધું માન મળ્યું છે— નહિ તે! મારા જેવા ભાગ્યહીનને પૂછેજ કાણુ ? માટે જે આપની આજ્ઞાનું હું તિલમાત્ર પણ ઉલ્લંધન કરું, તે પછી મારા જેવા ખીજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com