________________
૨૨ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય
એમ કહીને નવાબ ત્યાંથી ચાલ્યે! ગયા અને નજીરન હસતી નિરંજન સમક્ષ પ્રેમમમાં લીન થઈને ઊભી રહી.
ત્યારે શું નિરંજનના નિશ્ચય ડગી ગયા ? તે યવનધર્મને સ્વીકારવાને તત્પર થયા ? હા હાલ તે! એમ જ જણાય છે. પરંતુ મનુષ્યના મનની અને કાષ્ટના અંતર્ભાગની કાષ્ટને પણ ખબર પડતી નથી, એ નિયમ અનુસાર એમ કરવામાં તેના અંતઃસ્થ હેતુ શે! અને કુવા હશે, તે આપણાથી કહી શકાય તેમ નથી. અત્યારે તે જે બન્યું તે આપણે જોયું, અને હવે પછી જે બનશે તે જોઈશું. માટે એને વિશેષ ઉહાપાઠ કરવા વ્યર્થ છે. અર્જુને ભગવદ્ગીતામાં ખરુંજ કહેલું છે કે; માથિ મન છે કૃષ્ણ ! ખલવત્ દૃઢ અસ્થિર; તેને નિગ્રહ હું માનું, વાયુ પેઠે સુષ્કર.''
એ વાક્ય અનુસાર નિરંજનના મનની ચંચલતાની કલ્પના કરી સંતોષ માનવાના છે.
પંચમ પરિચ્છે યવનધર્મની દીક્ષા
બીજે દિવસે નવાબના હુકમથી આખા શહેરમાં શાદી ( અનં) નાં ચિન્હો પ્રકટ કરવામાં આવ્યાં. નન્નિસાના મહાલયને સારી રીતે નાના પ્રકારના શ્રૃંગારેથી શ્રૃંગારવામાં આવ્યું, અને ફકીરા તથા ગરીબેને ક્ષુધાથી મુક્ત કરવા માટે પુલાવના દેગડા ચૂલપર ચડાવવામાં આવ્યા. બગીચામાં રાજકુટુંબના મનુષ્યા અને ખીજા રસ્તેદારા ( સગાં વ્હાલાં ) માટે ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવી, અને મુસલ્માનેાની પદે નશીન ખીખીએ માટેની ગાઠવણુ ખાસ જનાનખાનામાં કરવાના હુકમ થયા. એક પ્રહર દિવસ વીત્યા પછી નિરંજનને એક ખાનગી આરડામાં લઈ જવામાં આવ્યો અને ત્યાં હાજર રહેલા ખાસ હજ્જામે યુવન ધર્મના પ્રથમ ચિન્હ તરીકે તેની સુન્નત-ખતના—કરી નાંખી. પેાતાના શરીરના સર્વથી કામલ ભાગમાં તીવ્ર શસ્રના પ્રહાર થયા છતાં અને તેમાંથી તેાનાત રક્તના પ્રવાહ વહેવા છતાં પણુ નિરંજન-દૃઢચિત્ત નિરંજનના મુખમાંથી દુઃખના એક પણ ઉદ્ગાર કે નેત્રામાંથી અશ્રુને એક બિન્દુ પણ નીકળ્યા નહિ. અત્યંત રક્તસ્રાવ થવાથી તે કાંઈક અચેતન જેવા તા થઈ ગયા, અને તેથી તેને ત્યાંથી ઉપ વીને તેના સૂવાના ઓરડામાં લઈ જવામાં આવ્યા. વખણાયલા ને પેાતાની વિદ્યામાં ધણા જ સારા ગણાતા હકીમા તેની સારવાર માટે ત્યાં તૈયાર જ ઊભેલા હતા. તેમણે ત્વરિત જ તેને ઔષધેાપચારથી શાન્ત કર્યાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com