________________
૨૩
યવનધર્મની દીક્ષા ખતનાનું કાર્ય નિર્વિધ્ર પાર પડવાથી નવ્વાબ, નજીનિસા અને બીજા મુસલ્માનોના આનંદનો પાર રહ્યો નહિ. નિયમ પ્રમાણે પ્રથમ ગરીબ ગુરબાને ભેજનથી સંતોષવામાં આવ્યા અને ત્યાર પછી બીજા રિતેદારો તથા અધિકારીજનોએ નજીન્નિસાની મેહમાનીને ઈન્સાફ આપે. અહીં એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે, આ આનંદદાયક પ્રસંગ હોવા છતાં પણ ત્યાં બાદાનૌશી (મદિરાપાન નો બહાર દૃષ્ટિગોચર થતો નહોતે. ખાનું સમાપ્ત થયા પછી ગાનારીઓને બોલાવવામાં આવી અને તેમના ગાયનથી અત્યંત પ્રસન્ન થયા પછી સર્વ મેહમાને પિતપોતાને ઘેર જવા માટે ત્યાંથી ચાલ્યા ગયા. દિવસ પણ પૂરે થવા આવ્યો, તે આજે નિરંજનના બ્રાહ્મણત્વના પૂરા થવાની સૂચના આપતો હતો અને ચંદ્રને ઉદય નિરંજનના નવીન જન્મના ઉદયની સ્મૃતિ કરાવતે હતો. રાત પડતાં જ સમસ્ત નગરમાં દીપાવલી કરવામાં આવી, અને તેથી જાણે રાત્રિનું આગમન જ થયું ન હોય,દિવસ જ ઊગ્યો હોયની ! એ લેકેને–જેનારાઓને ભ્રમ થવા લાગ્યો.
સુન્નતના રક્તસ્ત્રાવનો વ્યાધિ નિરંજનના શરીરમાં લગભગ એક પા,(પંદર દિવસ) પર્યન્ત રહ્યો. સોળમે દિવસે તેની પ્રકૃતિ સારી હોવાથી યવનધર્મની દીક્ષા આપવા માટે તેને ઘણી જ મોટી ધામધૂમથી મસ્જિદમાં લઈ જવામાં આવ્યો. એ પ્રસંગ માટે નવા મસ્જિદને પણ ઘણું જ દબદબાથી શૃંગારાવી હતી. ત્યાં નવ્વાબનું ડેસ્વાર અને પાયદળ સિન્ય માર્ગમાં નવ્વાબને અને નવા દીનને સ્વીકારનાર નિરંજનને મુજરો કરવા માટે સજ્જ થઈને ઊભું હતું. સવારમાં પહેલી નમાજના વખતે જ નિરંજનને મસ્જિદમાં લઈ ગયા હતા. ત્યાં મેલવી ફતેહમહમ્મદ-કે, જે સર્વથી મહાન ધર્મગુરુ હતા–પિતાના દબદબા ભરેલા પોશાકમાં તૈયાર થઈને નૂતન દીક્ષિત નિરંજનને આવકાર આપવાને ઘણે જ અધીર થઈને તેની તથા નવાબની કાગને ડાળે વાટ જેતે ઊભે હતો. નિરંજનના આવતાં જ તેને તેણે કાબા તરફ મોઢું રાખીને જાનૂ (ગોઠણ મંડીએ) બેસાડવો અને તત્કાળ સવાલ કર્યો કે;–
અય ખુદાના પાક બન્દા! આજે તું અમારા પાક દીનને સ્વીકાર શા કારણથી અને શી ભાવનાથી કરે છે ? તારા મનમાં જે કાંઈ પણ હોય, તે ખરેખરું જણાવી દે. એક શબ્દ પણ બેટો ઉચ્ચારીશ નહિ.”
એ સવાલ સદાના નિયમ પ્રમાણે જ હતો અને તેનો જવાબ શો આપવો, એ વિશેનો પાઠ નિરંજનને પ્રથમથી જ અતિશય દક્ષતાપૂર્વક ભણાવી રાખવામાં આવ્યો હતો. તેથી જરા પણ અટકવા વિના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com