________________
૨૦ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય નિરંજન પૃથ્વી પર પટકાઈ પડ્યો, અને તેમાંથી અશ્રુની ધારા વર્ષવતે નિઃશ્વાસપૂર્વક કહેવા લાગ્યું કે, “ અફસોસ ! અંતે આ બ્રાહ્મણશરીર યવનોના અન્નાહારથી ભ્રષ્ટ થઈ ચૂક્યું ! બ્રાહ્મણકુલસ્થ નિરંજનનું આજે નિધન થઈ ચૂક્યું ! ! નવ્વાબ! તારી ધારણુમાં અંતે તું ફળીભૂત થયે--કારાગૃહમાં તારો કાંઈ પણ ઉપાય ન ચાલ્યો, ત્યારે તે પોતાની સ્વરૂપવતી ભત્રીજીને પોતાનું આયુધ બનાવી કપટતત્રથી મને ધર્મભ્રષ્ટ કય! પણ મને ધર્મભ્રષ્ટ કરવાથી તને શો લાભ થવાનો છે ? ઉલટો મારા જીવનને તે જીવતાં છતાં નાશ કર્યો. હવે હું જીવવાનો તે નથી જ. જોઈએ તો અત્યારે જ મારો શિરચ્છેદ કર અને જોઈએ તો વનમાં જઈને મરવા માટે મને બંધનમુક્ત કરી દે.”
નિરંજનના એ વાબાણથી સુલયમાનનું હૃદય વીંધાઈ ગયું, અને મનમાં તેને ઘણો જ કેપ થયો છતાં પણ પોતાના કાપને દબાવી રાખીને તે પૂર્વ પ્રમાણે શાંત મુદ્રાથી જ કહેવા લાગ્યો કે, “કારાગૃહમાં તું જીવતો રહ્યો હોત કે મરી ગયો હોત, એની મને જરાપણ દરકાર હતી નહિ. જો કે, કોઈ પણ બીજા ધર્મનો મનુષ્ય અમારા દીનનો સ્વીકાર કરે, તે તેમાં અમે સવાબ તો માનીએ છીએ, પણ તું મુસહ્માન થાય, એમાં મારે પોતાનો કાંઈ પણ અંગત લાભ સમાયલે નહમાત્ર આ નજીરને તારામાં પ્રેમ બંધાયે અને તેથી જ મજબૂર થઈને મારે અહીં આવવું પડયું. એ વિના મારે બીજો કોઈ પણ હેતુ નથી”
હવે નિરંજનને નજીરને કરેલી પ્રેમયાચનાનું સ્મરણ થયું. ઘડીભર તેનાથી કાંઈ પણ બોલી શકાયું નહિ. થોડીકવાર રહીને તેણે પૂછ્યું, “શું તમારી ભત્રીજી મારા સાથે વિવાહગ્રન્થિથી બંધાવા માગે છે ?
“હા–એ એનો મનોભાવ છે ખરો અને હું પણ એ વિષયમાં મારી અનુમતિ આપી ચૂક્યો છું.” નવ્વાબે ટુંકે જવાબ આપે.
અને કદાચિત હું એમ ન કરી શકું તે ? હું એના પ્રેમને અસ્વીકાર કરું તો ?” નિરંજને પુનઃ પ્રશ્ન કર્યો.
તે બી કાંઈ પણ નહિ, પણ એક નિરાધાર નારી તારા વિરહના વહ્નિમાં બળી જળીને ભસ્મીભૂત થશે અને તારા કપાળે સ્ત્રીહત્યાના કલંકને દાગ સદાને માટે લાગી જશે.” નજીરને નવાબને ન બેલવા દેતાં વચમાં જ નિરાશા પૂર્વક પોતાને મનોભાવ વ્યક્ત કરી નાંખ્યો.
સ્ત્રી અને તેમાં પણ એક સાન્દર્યવતી સ્ત્રી ને પત, વસ્તુ છે. કે જે સમસ્ત મનુષ્ય જાતિને લુબ્ધ કરવા માટે પૂર્ણ શકિતવતી હોય છે. મનુષ્યો પ્રથમ ચાક્તિની કળા સ્ત્રીઓ પાસેથી જ શીખેલા છે. અથાત પુરુષ ગમે તેવો દુઃખમાં પડેલો હોય અને ગમે તેટલો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com