________________
૧૮
જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય
તે કરવાને શક્તિવતી હતી—અર્થાત્ પાતાની સત્તાના તેણે તત્કાળ ઉપયાગ કર્યો. કારાગૃહના રક્ષકાને આજ્ઞા કરીને નિશ્ચેષ્ટ નિરંજનને તે પેાતાના સ્વર્ગતુલ્ય સદનમાં લઈ ગઈ અને ત્યાં તેને સચેત કરવા માટે તેણે ઔષધેાપચાર તથા સેવા શુશ્રુષામાં કાઈ પણ પ્રકારની ન્યૂનતા રાખી નહિ.
નિરંજન અદ્વિતીય સ્વધર્મનિષ્ઠ પુરૂષ હતા અને એટલા માટે જ તે મરવાને તૈયાર થયા હતા, એ સઘળું નજીરને પેલા વૃદ્ધ સિપાહી પાસેથી જાણી લીધું હતું. એથી તે ચૈત્નાવસ્થામાં આવતાં પેાતાને એક યવન સ્ત્રી જાણીને પશ્ચાત્તાપથી કદાચિત્ એકાએક મરણ પામે, એવી ભીતિ હાવાથી તેણે પેાતાના મહાલયમાંની કેટલીક યવનતાદર્શક વસ્તુઓને દૂર કરી દીધી હતી અને સર્વ દાસીઆને હિન્દુ પાશાકમાં રહેવાની આજ્ઞા આપી દીધી હતી. તે પાતે પશુ સંન્યાસિની સમાન શ્વેત વસ્ત્રા ધારીને જ નિરંજન પાસે બેસી રહેતી હતી. એથી જ આપણે આગળ એઈ આવ્યા, તેમ નિરંજન તેને એળખી શક્યા નહેાતા. વળી નજીરન પાતે બંગાળી ભાષા ઘણી જ સારી જાણતી હેાવાથી અને કેટલાંક હિન્દુ ધર્મગ્રંથાનું પણ તેણે અવલેાકન કરેલું હેાવાથી તેની ભાષા પણુ એટલી બધી શુદ્ધ થઈ ગઈ હતી કે, તેને ભાગ્યે જ ખીજું કાઈ પણ એક યવન કુમારી તરીકે ઓળખી શકે.
એક યવન ખાળા અને તે પણ આર્યધર્મના હડહડતા શત્રુ નખ્વાબ મુલયમાનની ભત્રીજી એક બ્રાહ્મણ પ્રતિ આવી દયા દર્શાવે, એ તે કે પ્રથમ દૃષ્ટિથી આપણને આશ્ચર્યકારક ઘટના દેખાય છે; પરંતુ જ્યારે આપણે પાતે પ્રેમશાસ્ત્રનું અધ્યયન કરવામાં પ્રવૃત્ત થઈએ છીએ, ત્યારે એવી ઘટનાઓની શક્યતાવિશે આપણા મનમાં લેશ માત્ર પણ શંકા રહેતી નથી. પ્રેમથી ભિન્ન ભિન્ન મનુષ્યેાનાં મનેા એકત્ર થાય છે. તેમની કઠોર વ્રુત્તિઓના પ્રેમકુઠારથી સંહાર થતાં તે પરસ્પરને મમતાની દૃષ્ટિથી જોવા માંડે છે. શત્રુત્વના સ્નેહના સાધનવડે નાશ થવાથી તે પરસ્પર મિત્રા બની જાય છે. પ્રેમ, એ જ સજનાના આનંદ છે, બુદ્ધિમાનાનું આશ્ચર્ય છે અને દેવાનું કૌતુક છે. પ્રેમની ભાવના સર્વના હૃદયમાં વસેલી હાય છે અને પ્રેમ સાધ્ય થયા, એટલે મનુષ્યને આ વિશ્વનશ્વર વિશ્વ પશુ સ્વર્ગ સમાન દષ્ટિગાચર થાય છે. કામલતા, વિશ્રામ, ઇચ્છા, મમતા, માર્દવ અને સૌન્દર્ય ઇત્યાદિ ગુણાના ઉત્પાદક પિતા પ્રેમ જ છે. પ્રેમ, ઉત્તમ ભાગને સ્વીકારીને નિષ્ઠતાનો યાગ કરે. છે. પ્રત્યેક ભાષણ, કૃતિ અને ઇચ્છામાં તે મનુષ્યના માર્ગદર્શક થઈને અને સદા સર્વદા સંગમાં રહીને મનુષ્યનું રક્ષણ કરે છે. દેવા અને મનુધ્યાના સમ્ર વૈભવ તે એ પ્રેમ જ છે અને મનુષ્યને વિશ્વના ભિન્ન ભિન્ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com