________________
જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય પડતી હતી અને તે લઈ લેવાની પણ તેની ઈચ્છા થયા કરતી હતી. પરંતુ એ મહત્વાકાંક્ષાએ અદ્યાપિ ભયંકર રૂપ ધારણ કર્યું નહોતું. તેથી જ અત્યારે શાંતિ હતી.
ચતુર્થ પરિચ્છેદ
નજરુન્નિસા દ્વિતીય પરિચ્છેદમાં જે શ્વેતવસના સુન્દરીનું આપણે દર્શન કર્યું હતું, તે સુન્દરી કેણ હતી ? એ જાણવાની વાચકને સ્વાભાવિક જિજ્ઞાસા હશે, અને તેને તૃપ્ત કરવી એ અમારું કર્તવ્ય છે. તૃતીય પરિચ્છેદમાં દાવાએ આવીને તેને નજીરનના નામથી બોલાવી હતી, તેથી વાચકને તેના આયત્વ વિશે શંકા તે થઈ હશે જ અને જે તેવી શંકા થઈ હોય, તો તેમની તે શંકા સત્ય છે. ખરેખર એ આર્ય અબળા નહિ, પરંતુ યવન કુમારી જ હતી. ત્યારે તે કેણ હતી? એટલો જ પ્રશ્ન અવશિષ્ટ રહ્યો અને તેના ઉત્તરરૂપ પ્રસ્તુત પરિચછેદનો આરંભ છે.
બંગાળાના નવ્વાબ સુલયમાનને એક બંધુ હતો, તેનું નામ તાજખાન હતું. એ ઘણે જ તેજસ્વી અને પરાક્રમી પુરૂ હતો. બંગાળામાં પ્રથમ વિજય એણે જ મેળવ્યો હતો. તાજખાનની એક ખતર (પુત્ર) હતી અને તેનું ઈમે મુબારિક (શુભ નામાભિધાન) નજીરુન્નિસા હતું. છતાં પણ તેની બાલ્યાવસ્થાથી જ તેને નજીરના ટુંકા નામથી બોલાવવાને સવેને પ્રઘાત પડી ગયો હતો. બંગાળાની પ્રજા તાજખાનને ઘણો જ પૂજ્ય પુરુષ માનતી હતી અને તેનામાં તેને ઘણો જ સારો ભાવ હતો. તાજખાનનું જે વેળાએ અચાનક મરણ થયું, ત્યારે લેકેને એ દઢ અભિપ્રાય બંધાઈ ગયો હતો કે, તેના ભ્રાતા સુલયમાને જ તેને વિષપ્રયોગ કરીને મારી નખાવેલો હોવો જોઈએ. એ કારણથી ગોંડ દેશમાંના તાજખાનના પક્ષના પુરુષોએ ગુપ્ત રીતે સલમાનખાન વિરુદ્ધ ભીષણ વિદ્રોહ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેની સફળતા થવા પહેલાં સુલયમાનને એ વિષયની જાણ થઈ ગઈ અને તેથી ગૌડ દેશને ત્યાગીને તેણે તાંડાને પોતાની રાજધાની બનાવી–તે ત્યાં જ નિવાસ કરવા લાગ્યો. કેવળ નજીરન વિના તાજખાનનું બીજું કાઈ સન્તાન હતું નહિ. કદાચ એ પુત્રીને પીડવાથી લોકો ઉશ્કેરાઈ જશે એવા ભયથી અને પોતાના શરીર પર લાગેલા કલંકના દામનાંખવાના હેતુથી રાજકાર્યદક્ષ સુલયમાને નજરનને ઘણું જ સ્નેહથી પાળીને મેટી કરવા માંડી. એ પુત્રીનું એટલું બધું માન રાખવામાં આવતું હતું કે, જે વેળાએ તે જે કાંઈ પણ કરવા ઈચ્છે, તે કાર્ય તે તે જ ક્ષણે કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com