________________
૧૨ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય રને સ્પર્શ કર્યો છે અને અચેતન અવસ્થામાં શુશ્રુષા પણ મેં જ કરી છે. માટે એક આર્ય અબળા હવે કદાપિ બીજા પુરુષનું પાણિગ્રહણ કરી શકે નહિ. જો તમે મારે અસ્વીકાર કરશે, તે અવશ્ય એક અનપરાધની અબળાની આત્મહત્યાના હેતુ ઠરશે. હવે જેવી તમારી ઈચ્છા.” સુશીલ યુવતીએ કહ્યું.
નિરંજન હવે એનું કાંઈ પણ ઉત્તર આપી શકે તેમ હતું નહિ. આર્યસ્ત્રીના ધર્મથી તે સારી રીતે જાણતો હતો અને તેથી એને પ્રેમ ન સ્વીકારવાથી એ સ્ત્રી અવશ્ય આત્મહત્યા કરશે, એવી તેના મનમાં પણ ભીતિ થવા લાગી. તેથી નિસ્પાય થઈને તેણે તે શ્વેતવસના સુન્દરીને જણાવ્યું કે;
લલને ! તારા હઠથી હું હાર્યો અને મેં તારો પ્રેમ સ્વીકાર્યો. પણ જ્યાં સુધી મારા બંધુ માટે કાંઈ પણ વ્યવસ્થા કરવામાં નહિ આવે, ત્યાં સુધી મારા મનમાં સદા સર્વદા શોકને અગ્નિ પ્રજત્યા કરશે, એનું સ્મરણ તારે રાખવાનું છે.”
યુવતીના આનંદનો પાર રહ્યો નહિ. તે એકાએક નિરંજનને ગળે બાઝી પડી અને તેમાં હર્ષાશ્રુ સહિત કહેવા લાગી કે, “આજે મારા
જન્મની સાર્થકતા થઈહું મને ગમતે સ્વામી પમ પ્રાણવલ્લી કરી પણ એક વાર તમારા મધુર મુખથી કહો કે, તમે મને પોતાની પ્રિયતમા બનાવી ચૂક્યા છેશું તમે મને પોતાની અર્ધાગના ધારે છે? મને પોતાની દાસીની પદવીથી વિભૂષિત કરી ચૂક્યા છો? મારા પ્રેમમાર્ગના તમે પ્રવાસી છે ? મારા યૌવનવનના વિલાસી છે ?
નિરંજને એક મૃદુ ચુમ્બનથી એનું ઉત્તર વાળ્યું. બંને પ્રેમીઓ હષતિરેકથી નિ સ્તબ્ધ થઈ ગયાં. તેમનાથી વિશેષ કાંઈ પણ બોલી શકાયું નહિ. એટલામાં તે સુન્દરીને દૂરથી કાઈ બોલાવતું હોય, એ
ધ્વનિ સંભળા. બન્નેનું ધ્યાન તે તરફ દોરાયું. તત્કાળ એક વૃદ્ધ દાયા તે સ્થળે આવી અને તે સુન્દરીને સંબોધીને કહેવા લાગી કે, “નરન ! તારા કાકા નવ્વાબ સુલયમાન કયારના આવીને તારા મહાલયમાં તારી વાટ જોતા બેઠા છે, અને તું તે અહીં અયશ આરામમાં મશગૂલ થએલી બેઠી છે. ચાલ ઉતાવળે.”
નજીરન, નામ સાંભળતાં જ નિરંજન ચમકયો અને એકદમ તેણે પિકાર કર્યો કે, “શું ત્યારે આ યુવતી કાઈ યવધયા છે ?”
જી હા. નવ્વાબની ભત્રીજી છે.” દાયાએ જવાબ આપ્યો. - “થઈ ચૂક્યું, અને હું ધર્મ ભ્રષ્ટ થયો.” એમ કહીને નિરંજન પૃથ્વી પર મૂછિત થઈ પડ્યો. નજીરનું તેને મહાલયમાં ઉપડાવી ગઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com