________________
શ્રી ક્ષાત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૨ જું તે સુભદ્રા મહાસતીએ અથથી ઇતિ સુધી પોતાનું સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળી દયદ્ર હૃદયવાળા શેઠે કહ્યું કે હે બહેન ! હું સર્વજ્ઞ પ્રભુને ઉપાસક છું, શ્રાવકના બાર વ્રત મેં અંગીકાર કર્યા છે. સાધમિકેનું સન્માન કરવામાં મહાન ફળની પ્રાપ્તિ થાય છે એમ મેં સદગુરૂના મુખેથી સાંભળ્યું છે, તે અકાલે વૃષ્ટિની જેમ આજ આપના દર્શનનો લાભ મળે છે, તેમજ સેવા કરવાનો વખત આવ્યો છે, તે હે સુજ્ઞ શિરોમણી
હેન ! નિશંકપણે આપ મહારા ઘેર પધારી મારા આંગણાને પવિત્ર કરે, અને સુખેથી મારા ઘેર રહી આપના પુત્રનું પાલન કરે. તમે મારી ધર્મની બહેન છે, તે મારા પર બીજી કોઈ પણ જાતની કુશંકા લાવશો નહિ.”
અહા ! પરોપકારી મહાન પુરૂ બિન વાર્થે પારકાના દુખ દૂર કરવા કેવા તત્પર હોય છે? ખરેખર સજજનના હાથમાં આવેલ વિદ્યા, ધન અને શક્તિ એ ત્રણેને શુભ ઉપયોગ આવા જ કૃત્યથી થાય છે. એજ ત્રણે વસ્તુઓ જે દુર્જનના હાથમાં ગઈ હોય તો દુર્યોધનની પેઠે કેવળ અનર્થને જ પેદા કરે છે. કહ્યું છે કેबिद्या विवादाय धन' मदाय, शक्तिः परेषां परिपीडनाय खलस्य साधोविपरीत मेतद, ज्ञानाय दानाय च रक्षणाय ॥१॥
ભાવાર્થ-“શને પ્રાપ્ત થયેલી વિદ્યા વિવાદને માટે થાય છે, દ્રવ્ય મદને માટે થાય છે, શક્તિ બીજાઓને પીડવાને થાય છે, એ જ ત્રણે વસ્તુ સજ્જન પુરુષને વિપરીત રીતે પરિણમે છે. એટલે કે વિદ્યા જ્ઞાનને માટે, પૈસે દાનને માટે અને શક્તિ અનાથના રક્ષણ માટે થાય છે.”