________________
શ્રી ક્ષાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૨ જું કુવામાં પડે. એમ માની લઈ અથાગ દુઃખને ધારણ કરતી મૂછિત થઈ પૃથ્વી પડી ગઈ એક છીંક આવતાં હજારો માખમાના શબ્દો જેના કાને અથડાતા હતા,એ જ સતીને આજ એટલું એ કઈ પૂછનાર નથી કે તને કર્યું દુઃખ પીડી રહ્યું છે? ચંદન જેવા શીતલ પાણીના સ્થાને આજ જંગલને પવન તેણીને જાગ્રત કરવામાં મદદગાર થયે. સાવચેત થતાં પુત્રની તપાસ કરવા માટે કુવાની અંદર દષ્ટિપાત કરે છે, ત્યાં તે કુમાર પગથીયાં દ્વારા આતે આતે નીચે ઉતરી રહ્યો છે. છેક પાણીની નજીક એક લોઢાની જાળી ફરતી પાણી ઉપર બાંધેલી દેખાઈ, જેથી આશ્વાસન પામેલી માતા પુત્રને પકડવા માટે પગથીયા દ્વારા કુવામાં ઉતરવા લાગી, ત્યાં તે તડડડ તડાક કરતે અવાજ સંભળા, માતા જુએ છે તે પુત્રે હાથના જેરથી જાળીને તેડી નાખી, અને પગના પ્રહારથી ધમધમ ધડાક શબ્દ કરતી શીલાને તેડી પાડી. માતા પણ ત્યાં આવી પહોંચી. ત્યાંથી પ્રગટ થયેલા માર્ગ પ્રત્યે ચાલતા કુમારને તેણીએ જોયે. આ દશ્ય જઈ આશ્ચર્ય મુગ્ધ બનેલી માતાએ વિચાર્યું કે “હજુ અમારા પુણ્ય જાગ્રત દેખાય છે. જરૂર કંઈ પણ દેવ આ પુત્રની સહાયતામાં હોવું જોઈએ, નહિતર આ માર્ગ કયાંથી સૂઝે? અહા ! જેન ધર્મનો મહિમા અથાગ છે જેન ધર્મના ઉપાસકોને દુઃખ વધારે વખત ટકી શકતું નથી.”
હવે આ પુત્ર જ્યાં જાય ત્યાં મારે જવું, પણ અટકાવવો. નહિ, એમ નિશ્ચય કરી દીકરો આગળ અને માતા પાછળ ચાલતાં ચાલતાં અનેક બાગ – બગીચાઓથી યુક્ત અને આકાશની સાથે સ્પર્ધા કરતું હવેલીઓથી શોભતું શ્રીપુર