________________
પ્રકરણ ૨ જું વિરસેન કુમારને આવેલું સ્વપ્ન હવે નિદ્રાધીન થયેલા વીરસેન કુમારને ભાવી સૂચક એક સવપ્ન આવ્યું કે હે કુમાર! તું અહીંથો પૂર્વ દિશા તરફ ચાલજે. એક ગાઉ પંથ કાપ્યા પછી એક કૂવે આવશે, તે કૂવામાં પગથીયા દ્વારા નીચે ઉતરજે, તેમાં પાણીની લગોલગ લેવાની જાળી છે, તેને તારા હાથે પકડી ખેંચજે એટલે તે જાળી તુટી જશે તેની નીચે પૂર્વ દિશામાં એક શીલા છે, તેને પાટુ વડે પ્રહાર કરજે. જેથી તે શીલા ભાંગી જતાં ત્યાંથી આગળ જવાને માર્ગ ખુલે થશે. તે માર્ગ દ્વારા આગળ ચાલતાં શ્રીપુર નામનું નગર આવશે, ત્યાં રહેજે, અને તે નગરમાં એક સેની રહે છે, તેને ગુણમંજરી નામની કન્યા છે તેની સાથે તું લગ્ન કરજે.”
આ દૈવિક સ્વપ્ન આવ્યા પછી તરત જાગ્રત થઈ કુમાર માતાના ખેાળામાંથી ઉડીને પૂર્વકૃત પુણ્ય તેને જાણે ખેંચી જતું હોય નહિં શું? તેમ સ્વપ્નામાં સૂચિત દિશાએ દમભેર દેડ. મેહઘેલી માતા પુત્રને પકડવા માટે અનેક કાલાવાલા કરતી પાછળ દેડી, અને કહેવા લાગી કે-“હે પુત્ર! તું ઉન્માર્ગે ન જા, સૂર્યના પ્રકાશથી દક્ષિણ દિશામાં દેખાતા આ માગે આપણે જઈએ, અને કઈ પણ ગામ હાથ લાગતાં ત્યાં રહીશું. પણ સાંભળવું કરે છે? માતાના વચનમાં નહિ લલચાતાં વીરસેન કુમાર મુઠીવાળી દેડો જ રહ્યો. માતા કાંટા-કાંકરાથી વિધાઈ ચાલણી સરખા થયેલા પગની વ્યાધિથી પાંચ વર્ષના બાળકને પહોંચી નહિ. કુમાર તે છેક કુવા પાસે જઈ કુવાની અંદર પગથીયા દ્વારા ધીરે ધીરે ઉતરવા લાગે. પુત્રને નહિ જેવાથી માતાએ જાણ્યું કે તરસ લાગવાથી મારે પુત્ર પાણી દેખી જરૂર