________________
૩
શ્રી ક્ષાત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૧ લું - કુમાર વીરસેન પાંચ ધાવમાતાથી લાલન-પાલન કરાતે બીજના ચંદ્રમાની પેઠે માતા-પિતાના અનેક મનોરથો સાથે દિન પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યા. જ્યારે કુમાર પાંચ વર્ષનો થયો ત્યારે તેના પિતા શુલ રોગની વ્યાધિથી અચાનક કાળને શરણ થયા. આથી રાજ્યમાં તે શું ! પણ આખા દેશમાં હાહાકાર વર્તાઈ રહ્યો. રાજાના મૃત્યુના સમાચાર સાંભળી તેના ખંડીયા દુશ્મન રાજાઓ બધા એકત્ર મળી પાંચ વર્ષના વીરસેન કુમારને નાશ કરી સ્વસત્તામાં રાજ્ય લેવાની ઈચ્છાથી ચતુરંગી સેના સાથે તે નગર પ્રત્યે ચડાઈ કરીને આવવાના ખબર સુબુદ્ધિ નામના પ્રધાનને ચર પુરૂષ દ્વારા મળ્યા.
ધણ વગરનું રાજ્ય ટકવું અશક્ય છે, એમ ધારીને શાણે પ્રધાન તરત રાણીજી પાસે આવીને કહેવા લાગ્યો કે-“હે માતા! હવે સઘળા કલ્પાંતેને ત્યજી દઈ હિમ્મતને ધારણ કરી પુત્ર રત્નનું રક્ષણ કરવા હમણાંજ આપશ્રી પુત્રને સાથે લઈ અને આ રાજ્યને છેલ્લી સલામ કરી ભાગી છુટે. કારણ કે વીરસેન કુમારને નાશ કરી આ રાજ્ય લઈ લેવાની ઈચ્છાથી દુશ્મને ચતુરંગી સેના સાથે આ તરફ આવી રહ્યા છે, માટે રાત્રિએ નાસી જવું ઠીક છે. વળી પુત્ર જીવતે રહેશે તે તે ગયેલા પિતાના રાજ્યને ફરીથી પાછું પણ મેળવશે.”
પ્રધાનજીના આવા યુક્તિયુક્ત વચન સાંભળી તે શાણી મહારાણું પુત્રના રક્ષણની ખાતર એકાકીપણે પુત્રને લઈ ઘોર અંધારી રાત્રિએ નગરને ત્યાગ કરી, માર્ગના અજાણપણાથી એક ભયંકર જંગલમાં આવી ચડી. જે મહાસતી સ્વગીય મહેલમાં રહેતા દિવ્ય વાજિંત્રેના નાદ શ્રવણ કરતી હતી, તે જ મહારાણી મહાસતી આજે પૂર્વકૃત કર્મના ઉદયવશાત ઘેર જંગલની