________________
પ્રકરણ ૧ લું મહાસતી ગુણમંજરી ચરિત્ર જબુદ્વીપના દક્ષિણ ભારત ક્ષેત્રને વિષે દેને ગમ્ય અને અનેક જિનાલયોથી સુશોભિત સુરપુર નામનું નગર છે. જેમાં ધર્મ, અર્થ, કામ અને મેક્ષ એ ચારે વર્ગની સાધના કરનારા અને ત્રણે તત્વ ઉપર પૂર્ણ પ્રીતિવાળા અનેક શ્રીમંતે વસે છે. તે નગરમાં શુરવીર, સંતપુરૂષોને રક્ષક, દુજનેને મક, ન્યાયમાં રામ સદેશ, દાનમાં કરણ તુલ્ય, પરસ્ત્રી પ્રત્યે અંધ, પરનિંદા સાંભળવામાં બધિર, અકૃત્ય કરવામાં પાંગળ, સત્ય વક્તા, એવા અનેક ગુણે યુક્ત સુરસેન નામે રાજા રાજ્ય કરે છે, તે રાજાને સતીઓમાં શિરામણી, ખીલતા કમળ સદિશ મુખવાળી બાહ્યત્યંતર નિર્મળ ગુણોપેત સુભદ્રા નામની મહારાણી હતી. તે બને (રાજા રાણી) ના વિચારો ધર્મ કરણીમાં દત્તચિત્તવાળા હોવાની સાથે અરસપરસ મળતા સ્વભાવવાળા હતા, અને એકંદર જાણે તેઓ સ્વર્ગીય સુખને અનુભવ લેતા હોય નહિ શું ? તેમ પસાર થતા દિવસની તેઓને ખબર પણ પડતી નહિ. કહ્યું છે કે चित्तानुवर्ती नी भार्या, पुत्रा विनयतत्पराः । वैरिमुक्त च यद राज्य, सफल तस्य जीवितम् ॥ १ ॥
એવી રીતે લાંબા વખત સુધી નિષ્ક ટક રાજ્યને પાળતાં અને સાંસારિક સુખને અનુભવતાં તે રાજાને અરધી ઉમ્મરે સતી સુભદ્રા રાણીની કુક્ષિદ્વારા એક મહાન, તેજસ્વી અને પ્રબળ પુણ્યશાળી પુત્રરત્નની પ્રાપ્તિ થઈ અનુક્રમે તે ભાવી લક્ષણ સૂચિત કુમારનું નામ વીરસેન રાખ્યું.