________________
શૂન્ય ધ્યાન કહે છે. આ ધ્યાનના નિરંતર અભ્યાસથી ચિત્ત જ્યારે બાહ્ય અને આંતર બંને પ્રકારની વૃત્તિઓથી શૂન્ય બને છે, ત્યારે નિરંજન, નિરાકાર જ્ઞાન અને આનંદમય આત્માને અનુભવે છે.
અહીં દર્શાવેલ શૂન્ય ધ્યાન એ ચિત્તને વિકલ્પ રહિત બનાવવાના અભ્યાસરૂપ છે, તેના ફળરૂપે ઉન્મનીકરણ આદિ ચિત્માત્ર સમાધિ પ્રાપ્ત થતાં નિરંજન, નિરાકાર આત્માનો અનુભવ થાય છે.
ચિત્તની ક્ષિપ્ત, નિદ્રા આદિ અવસ્થાઓમાં જે વિચારશૂન્યતા થાય છે, તે આત્મશુદ્ધિ અને સ્થિરતાના લક્ષ્ય વિનાની હોવાથી “દ્રવ્ય શૂન્યતા છે. એ જ રીતે બીજા કેઈ પ્રયોગો દ્વારા મનને વિચાર-વિકલ્પ શૂન્ય બનાવવા માત્રથી ધ્યાનજન્ય આત્મિક આનંદ અનુભવી શકાતો નથી. પરંતુ આજ્ઞાવિચય આદિ શુભ ધ્યાનના સતત અને દીર્ઘકાલીન અભ્યાસના પ્રભાવે ચિત્ત જ્યારે અ૫ સમય માટે વિકલ૫ રહિત બને છે, ત્યારે જ યથાર્થ આમિક આનંદ અનુભવાય છે. તેથી જ શૂન્ય ધ્યાનને નિર્દેશ આજ્ઞાવિચયાદિ ધર્મધ્યાન પછી કરવામાં આવ્યો છે. તેમજ શેષ કલા આદિ ધ્યાને પણ આજ્ઞાવિચયાદિ ધ્યાનના અભ્યાસ પછી જ યથાર્થ રીતે સાધ્ય બને છે.
પરમ ધ્યાન અને શૂન્ય ધ્યાનના સતત અભ્યાસથી પરમશન્ય ધ્યાન સિદ્ધ થાય છે.
મનને પ્રથમ ત્રિભુવન વ્યાપી કરીને, પછી એક વસ્તુમાં સંકેચી લઈને પછી તેમાંથી પણ ખસેડી લેવામાં આવે તે પરમશૂન્ય સ્થાન છે.
(૫-૬) કલા-પરમકલા ચિત્તની વિકલ્પ રહિત અવસ્થા થવાથી પ્રાણશક્તિરૂપ કુંડલિની સહજ રીતે ઉદર્વગામી બને છે. તેમાં મુખ્યતયા કારણ શુભ દયાનની પ્રબળતા છે. તેથી તેવા સાધકને દેશ, કાલ, કરણ કે આસન-વગેરે કોઈ અન્ય સાધનોની અપેક્ષા રહેતી નથી.
કલા’ સહજ સમાધિને સૂચિત કરે છે, તે અવસ્થામાં સાધકને અપૂર્વ આનંદને અનુભવ થાય છે. આચાર્ય શ્રી પુષ્પભૂતિનું દૃષ્ટાન્ત તેની પુષ્ટિ કરે છે. કલા દયાનના પ્રભાવે તેઓ લાંબા કાળ સુધી સમાધિમાં મગ્ન રહી શક્યા હતા.
પરમ કલા ધ્યાન મહાપ્રાણ ધ્યાન સમયે ચૌદ પૂર્વધર શ્રત કેવળીઓને હેય છે. કુંડલિની ઉથાનની સર્વ પ્રક્રિયાઓ કલા ધ્યાન માં અંતભૂત છે.
(૭-૮) જ્યોતિ પરમતિ -
પ્રશસ્ત ધ્યાનના અભ્યાસથી અનુક્રમે મન આત્મતત્વમાં લીન બને છે ત્યારે સહજ શાન્ત આંતર-જ્યોતિ પ્રગટે છે. તેને “અનુભવ પ્રકાશ” પણ કહે છે. અંતરમાં પરમાત્માનાં દર્શન થવાથી આ અનુભવ-પ્રકાશ ભક્ત-સાધક પામે છે. પ્રાપ્ત આ અનુભવ-પ્રકાશ તેના નિરંતર અભ્યાસથી વૃદ્ધિ પામતે જાય છે, તેમ-તેમ દુઃખદાયી કિલષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org