Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભાગ સેનામાં જડેલા ચંદ્રકાંત વિગેરે પ્રધાન પાંચ વર્ણોના મણિથી કેતન વિગેરે રત્નોથી બનેલ છે. તેની દેહલી દ્વારનો વચલો ભાગ હંસગર્ભ રત્નને બનેલ છે. ગમેદરત્નના ઈંદ્રકીલક છે. લેહિતાક્ષ રત્નોની દ્વાર શાખાઓ છે, દ્વારની ઉપર રાખવામાં આવેલ કાષ્ઠ દાબણિયું. જેને ઉત્તરાંગ પણ કહેવામાં આવે છે. તે તિરત્નનું બનેલ છે. તેના કમાડ વૈડૂર્યમણિયેના છે. કમાડેના બને પાટિયાઓને જોડી રાખવવાળી સૂચિકાઓ–ખીલાઓ લેહિતાક્ષ રત્નોના છે. કમાડના પાટિયાઓનો સંધીભાગ વજરત્નથી પૂરવામાં આવેલ ત્યાં સૂતિકાગ્રહ છે. તે દ્વારની અર્ગલા સાંકળે અને અર્ગલા પ્રાસાદ ના કે જ્યાં અર્ગલા નિયંત્રિત થાય છે તે વજી રત્નને બનાવવામાં આવેલ છે,
જ્યાં ઈકલ રહે છે. તે આવતન પીડીકાઓ રજતમય છે. અંકરત્નના ઉત્તર પાર્શ્વ છે. એ કમાડે એટલા દઢરીતે મળેલા છે કે જેમાં જરા સરખું પણ અંતર પડતું નથી. તેની ભીંતામાં છપનને ત્રણવાર-ત્રણગણા કરવાથી જે સંખ્યા થાય છે એટલા પટ્ટાની સંસ્થાનવાળી ભિત્તિગુલિકાઓ છે. અર્થાત્ ૧૬૮ એકસે અડસઠ ભિત્તિગુલિકાઓ છે. અને એટલીજ ત્યાં ગેમાનસિકાઓ અર્થાત્ શય્યાઓ છે. તેની ઉપર અનેક પ્રકારના મણિયે અને રત્નના બનાવેલ સર્પોના આકારવાળી અને લીલાસ્થિત કીડા કરતી એવી શાલભંજીકાઓ–પુતળીયે છે. આ વિજ્યદ્વારનું વિશેષણ છે. વજરત્નના કૂટ કે જેને માંડભાગ કહેવામાં આવે છે. એ માંડભાગનું શિખર રજતમય છે. તપનીય મય ઉલ્લેક–ઉપરને ભાગ છે. તેમાં લગાડવામાં આવેલ વાંસડાઓ મણિના બનેલા છે. અને પ્રતિવંશ અર્થાત્ એ વાંસની સામે લગાડેલ વાંસ લેહિતાક્ષ રતનેના છે. ત્યાંને ભૂમિભાગ રજતમય છે. એ દ્વારમાં અનેક પ્રકારના મણિયે અને રત્નના જાલપંજર અર્થાત્ ગોખલાઓ છે. અંક રત્નના પક્ષ અને પક્ષવાહાઓ છે. તિરત્નના વંશ અને વંશકવેલૂકે છે. અર્થાત્ વાસેની ઉપરની પટ્ટિકાઓ ખપાટિયા રજતમય છે. જાતરૂપ રત્નની એહડણિયે છે. વારત્નની પુંછણકાઓ છે. અને ઉપરનું આચ્છાદન ઢાંકણ સફેદ રત્નનું છે. સેવા, વનવિભૂમિકા' વિગેરે પ્રકારનું તમામ વર્ણન પદ્વવર વેદિકાના વર્ણનની જેમજ
જીવાભિગમસૂત્ર
૩૮