Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
તુને છોડીને ચંદ્ર મનુષ્યલોકમાં મંદલેશ્યાવાળા શુભલેશ્યાવાળા થઈ જાય છે. એવા એ અહીં હોતા નથી. તેઓ અહીયાં એકાંત પણાથી અત્યંત ઠંડા અને અત્યંત ઉષ્ણ રસિમવાળા હોતા નથી.
अट्ठासीइंच गहा अट्ठावीसच होंति नक्खत्ता । एगससी परिवारो एत्तो ताराण वोच्छामि ॥ ३० ॥
એક ચંદ્રના પરિવારમાં ૮૮ અઠયાસી ગ્રહો અને ૨૮ નક્ષત્ર હોય છે. તથા તારાગણે કેટલા હોય છે એ વાત હવે હું નીચે કહેવામાં આવનાર આર્યો દ્વારા પ્રગટ કરું છું.
छावट्ठि सहस्साई नवचेव सयाई पंचसयाई । एगससी परिवारो तारागणकोडिकोडीणं ॥ ३१ ॥
એક ચંદ્રના પરિવારમાં ૬૬ છાસઠ હજાર નવસો પંચોતેર કડા કેડી તારાઓ છે.
बाहियाओ मणुसनगरस चंदसूराणऽवठिया जोगा ।
चंदा अभिइजुत्ता सूरा पुण होति पुस्सेहिं ॥ ३२ ॥ મનુષ્યક્ષેત્રની બહારના ચંદ્ર અને સૂર્ય અવસ્થિત ગવાળા છે. ચંદ્ર અભિજીત નક્ષત્રથી અને સૂર્ય પુષ્ય નક્ષત્રથી યુક્ત રહે છે. મનુષ્યલકમાં જે પ્રમાણે સૂર્ય ગ્રીષ્મ ઋતુમાં અત્યંત ઉષ્ણ લેશ્યાવાળા બની જાય છે. અને શિશિર ઋતુમાં ચંદ્ર અત્યંત શીત રસિમવાળે થઈ જાય છે. એવી રીતે તેઓ ત્યાં થતા નથી. પરંતુ એક સરખા સ્વભાવવાળા રહે છે સૂ. ૯૮ છે
માનુષોત્તર પર્વત કા નિરુપણ
માનુષેત્તર પર્વતને પરિચય “માધુપુત્તર મંતે ! વા વરૂદ્ય ઉત્તે' ઇત્યાદિ
ટીકાઈ-ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું કે હે ભગવન માનુષેત્તર પર્વત કેટલે ઊંચો છે? જમીનની અંદર કેટલો ઉંડે ઉતરેલ છે. મૂળભાગમાં
જીવાભિગમસૂત્ર
૨૨૧