Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
પ્રતિરૂપ છે. એ સ્તુપની ઉપર આઠ આઠ મંગલ દ્રવ્યો છે. કાળા રંગની ચમર ધજાઓ છે. પતાકાઓ છે. યાવત્ શતપત્રો વાળા અને સહસ્ત્ર પત્ર વાળા પુછપે છે. આ સ્તૂપની ચારે દિશાઓમાં ચાર મણિપીઠિકાઓ છે. અર્થાત્ એક એક દિશામાં એક એક મણિપીઠિકા છે. “નવરં સોજી ગોળ વમાં સાતિરેક હું તોસ્ટનોચાડું રૂપાં” તવ નાવ નિષિમાં’ એ મણિ. પીઠિકાઓ આઠ જનની લંબાઈ પહોળાઈ વાળી છે. અને ચાર જનની જાડાઈ વાળી છે. એ સર્વાત્મના મણિમય યથાવત્ પ્રતિરૂપ છે. એ મણિપીડિકાઓની ઉપર અર્થાત્ એક એક મણિપીઠિકાની ઉપર એક એક જીન પ્રતિમા અર્થાત્ કામદેવની પ્રતિમાઓ છે. એ રીતે જ ચાર જન પ્રતિમા–કામદેવની પ્રતિમાઓ છે. તેના ઉલ્લેધનું પ્રમાણ પાંચસે ધનુષનું છે. એ સર્વાત્મના રત્ન મય છે. અને અને પદ્માસનથી સુશોભિત છે. સ્તૂપની તરફ બધાનું મુખ છે. પૂર્વ દિશામાં ઋષભની પ્રતિમા છે. દક્ષિણ દિશામાં વર્ધમાનની પશ્ચિમ દિશામાં ચન્દ્રાનનની અને ઉત્તર દિશામાં વારિણની પ્રતિમા છે. આ ચૈત્ય સ્તૂપની સામે-દરેક સ્તૂપની સામે એક એક મણિપીઠિકા છે. આ મણિપીઠિકાઓની લંબાઈ પહોળાઈ સોળ જનની છે. અને તેની મોટાઈ આઠ જનની છે. આ સર્વાત્મના મણિમય અચ્છ યાવત્ પ્રતિરૂપ છે. આ મણિપીઠિકાઓમાંથી દરેક મણિપઠિકાની ઉપર એક એક ચૈત્ય વૃક્ષ જે આ ચૈત્યવૃક્ષ આઠ આઠ
જનની ઉંચાઈ વાળા છે. તેને ઉદ્ધધ અર્ધા એજનને છે. તેના સ્કંધની ઉંચાઈ બે એજનની છે. અને તેને વિશ્કેભ અર્ધા યજનને છે. વિગેરે કમથી આ ચૈત્ય વૃક્ષનું વર્ણન વિજય રાજધાનીમાં આવેલ ચૈત્ય વૃક્ષના વર્ણન પ્રમાણે જ સમજવું. અહીંયાં યાવત્ લતાઓના કથન સુધીનું વર્ણન કરી લેવું જોઈએ. એ ચિત્ય વૃક્ષની ઉપર આઠ આઠ મંગળ દ્રવ્ય છે. તેના પર અનેક કૃષ્ણ વર્ણમય ધજાઓ છે. યાવત્ સહસ પત્ર વાળા પુષ્પ છે. એ સર્વાત્મના રત્નમય છે. સ્વછ છે. અને યાવત્ પ્રતિ રૂપ છે. વિગેરે પ્રકારથી ચૈત્ય વૃક્ષ
જીવાભિગમસૂત્ર
૨૪૫.