Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
ટીકાર્થ–હે ભગવન! આ સૂક્ષ્મ જીવ સૂક્ષમ જીવ છે. એ પ્રમાણે તે કેટલા કાળ પર્યન્ત કહી શકાય છે? અર્થાત્ સૂફમજીવની કાયસ્થિતિ કેટલી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે-“જો મા! કvi wતોમુદુi Sોતે અન્ન જારું સાવ અહેવા ઢો” હે ગૌતમ! સૂક્ષ્મ જીવની કાય સ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્તની છે અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ અને અસંખ્યાત લેક પ્રમાણ છે. આ અસંખ્યાતકાળમાં અસંખ્યાત ઉત્સપિ. ણી અસંખ્યાત અવસર્પિણ આવી જાય છે. તથા અસંખ્યાત લેકાકાશ ના જેટલા પ્રદેશ છે. એટલા પ્રદેશમાંથી પ્રતિસમય એક એક પ્રદેશ ત્યાંથી બહાર કાઢવાથી જેટલા કાળમાં તે પ્રદેશ ત્યાંથી પૂરા નીકળી જાય છે, એટલા કાળની તેમની કાયસ્થિતિ છે. એનું જ નામ અસંખ્યાતકાળ છે. “બ્રેક્ષિ પુઢવિવારે સાવ જુદુમ નિભોયરૂ પુરિવો ’ એજ પ્રમાણે સમસ્ત પૃથ્વી વિગેરે જીવની કાયસ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ પ્રમાણુની યાવત્ અસંખ્યાત લેક પ્રમાણની છે. આ જ પ્રમા. ણેની કાયસ્થિતિને કાળ નિગદને પણ છે. પૃથ્વીકાચિકની કાયસ્થિતિને કાળ નિગદને પણ છે. પૃથ્વીકાયિકની કાય સ્થિતિને કાળ ઉત્કૃષ્ટથી એટલે જ કહેવામાં આવેલ છે. તેથી સૂત્રકારે અહીંયાં “સિં પુત્રવીજા” એ પ્રમાણે કહેલ છે. “પન્નત્તાકાળે સ િનદoળા વિ કોસેન વિ સંતોમુત્ત, પર્વ ઉત્તTM વિ સર્ષિ નgoોળ વિ છો તે વિ શંતો મg હે ગૌતમ ! અપર્યાતક અવસ્થાવાળા જેટલા સૂક્ષમ પૃથ્વીકાયિક જીવે છે. તેમની કાયસ્થિતિને કાળ જઘન્યથી પણ અંતમુહૂર્ત છે અને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્તને છે. એજ પ્રમાણે જેટલા પર્યાપ્ત સૂમ પૃવીકાયિક જીવો છે. તેમની કાયસ્થિતિને કાળ જઘન્યથી એક અંતમુહૂતને છે અને ઉત્કૃષ્ટથી પણ એક અંતમુહૂર્ત છે.
અંતરકાળનું કથન “મુહૂમત [ મંતે ! વેવતિયે જા અંતરે ફોર્ફ હે ભગવદ્ સૂફમ જીવને અંતરકાળ કેટલા કાળને કહેવામાં આવેલ છે? આ અર્થાત્ સૂક્ષ્મ અવસ્થાને છેડીને ફરીથી સૂક્ષ્મ અવસ્થા પ્રાપ્ત કરવામાં કેટલા કાળનું અંતર હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-ચમા ! નહomi સંતોમુદ્દત્ત પોતેof બર્સન્ન શા હે ગૌતમ! જઘન્યથી એક અંતમુહૂર્તનું અંતર હોય છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળનું અંતર હોય છે. આ અસંખ્યાત કાળમાં 'असंखेज्जाओ उस्सप्पिणीओसप्पिणीओ खेत्तओ अंगुलरस असंखेज्जइभागो' અસંખ્યાત ઉત્સર્પિણ અને અસંખ્યાત અવસર્પિણી આવી જાય છે. તથા ક્ષેત્રની અપેક્ષાથી આંગળ માત્ર ક્ષેત્રના અસંખ્યાતમાં જેટલા આકાશ પ્રદેશ છે તેમાંથી એક એક સમયમાં એક એક પ્રદેશને અપહાર કરવાથી–બહાર કહાડવાથી જેટલા કાળમાં તે બધાજ પ્રદેશે તેમાંથી નીકળી જાય અથતુ એ જીવાભિગમસૂત્ર
૩૫૮