Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
કેઈપણ સમયે પામી જાય છે. અને પ્રાપ્ત કરેલ સંયમથી જ તે સિદ્ધિને પ્રાપ્ત કરી લેવાવાળા હોય છે. સાદિસપર્યવસિંત જે અસંયત જીવ છે. તે કદાચ સર્વવિરતિથી ભ્રષ્ટ થયેલ હોય છે, અથવા દેશવિરતિથી ભ્રષ્ટ થયેલ હોય છે. એવાને અસંયત અવસ્થામાં જઘન્યથી એક અંતમુહૂત પર્યત રહે છે અને તે પછી તે કઈ ને કઈ સંયમ ભાવને પ્રાપ્ત કરી લે છે. કેમકે તિહુઁ સરસ વૃદુત્ત” એ પ્રમાણે આગમનું વચન છે. તથા ઉત્કૃષ્ટથી તે આ અવસ્થામાં અનંત કાળ પર્યન્ત રહે છે. આ અનંત કાળમાં અનંત ઉત્સપિણિ અને અનંત અવસપિણિ સમાપ્ત થઈ જાય છે. ક્ષેત્રની અપેક્ષાથી કંઈક ઓછા અર્ધ પુદ્ગલ પરાવર્ત રૂપકાળ સમાપ્ત થઈ જાય છે. “સંકલિંગા નgi
તોમુદત્ત કરો રેડૂબા પુવોકી’ સંયતાસંયત જઘન્યથી એક અંતમુહૂર્ત પર્યત સંયતાસંયત પણાથી રહે છે. અને ઉત્કૃષ્ટથી કંઈક ઓછા એક પૂર્વકટ પર્યન્ત સંયતાસંયત પણુથી રહે છે. કેમકે બાલ્ય કાળમાં તેમને સંયતાસંયત પણને સદ્ભાવ હતો નથી. “નો સંગર નો અહંકા નો રંગજાના નારી જ્ઞાgિ” જે ને સંયત ને અસંયત સંયતા સંતરૂપ સિદ્ધ જીવ છે તેઓ સાદિ અપર્યવસિત હોય છે.
અંતર દ્વારનું કથન __ 'संजयस्स संजयासंजयस्स दोण्ह वि अंतरं जहण्णेणं अंतोमुहुत्त' સંયતનું અને સંયતાસંયતનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું છે. એટલે કાળ સમાપ્ત થયા પછી ફરીથી સંયત અથવા સંયતાસંયતપણું નો લાભ થાય છે. તથા ઉત્કૃષ્ટથી અનંતકાળ પર્યાનું અંતર હોય છે. એમાં અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણ સમાપ્ત થઈ જાય છે. અને ક્ષેત્રની અપેક્ષાથી કંઇક એ છે અધ પુદ્ગલ પરાવર્તકાળ સમાપ્ત થઈ જાય છે. એટલા કાળ પછી પહેલાં પ્રાપ્ત કરેલ સંયમવાળા જીવને ફરીથી નિયમથી સંયમ ને લાભ થઈ જાય છે. “અસંચરસ કારિ ટુ ઇથિ અંતર અનાદિ અપર્યવસિત અસંયતને અને અનાદિ સપર્ય વસિત અસંયતને અંતર
જીવાભિગમસૂત્ર
૪૪૫.