Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વાળા થઈ જાય છે. તથા ઉત્કૃષ્ટથી જે વનસ્પતિ કાળ પ્રમાણનું અંતર કહે વામાં આવેલ છે તેના સંબંધમાં પહેલા અનેક સ્થળે સ્પષ્ટતા કરવામાં આવી ગયેલ છે. આટલો કાળ જ્યારે સમાપ્ત થઈ જાય તે પછી તે ફરીથી ચક્ષુ દર્શન વાળા બની જાય છે, “કચર્તુળમ્સ ટુરિસ નચિંત અચક્ષુ દર્શનવાળા જ બે પ્રકારના હોય છે. એક અનાદિ અપર્યાવસિત અચક્ષુ દર્શની અને બીજા અનાદિ સપર્યવસિત અચક્ષુદશની આ બન્ને પ્રકારના અચક્ષુદર્શન વાળાઓમાં અંતર હોતું નથી, કેમકે પહેલા પ્રકારના અચક્ષુ દર્શની અપર્યવસિત છે. અને બીજા પ્રકારના અચક્ષુદર્શનીમાં અચક્ષદશની પણને અપગમ થવાથી ફરીથી અચક્ષુદર્શની થવાને અગ્ય છે. એવા અચક્ષુદની ક્ષીણ ઘાતિયા કર્મવાળા તેરમાં ગુણસ્થાન વતી જ હોય છે. તેમને પ્રતિપાત થતો નથી. “મોવિંદસ ગomoi તોમુહુરં કોણે વારસો ’ અવધિ દશનવાળાઓનું અંતર જઘન્યથી એક સમયનું છે કેમકે–અવધિદર્શનને પ્રતિપાત થયા પછીના સમયમાં જ કઈ કઈ જીવને અવધિદર્શનને ફરીથી લાભ થઈ જાય છે. ક્યાંક કયાંક એક અંતમુહૂર્તનું વ્યવધાન કહેવામાં આવેલ છે. તે એ વ્યવધાનની પછી ફરીથી જીવને અવધિદર્શનનો લાભ થઈ જાય છે. તથા અવધિદર્શન વાળાઓનું ઉત્કૃષ્ટથી અંતર વનસ્પતિ કાળ પ્રમાણનું કહેલ છે. અવધિદશની અવધિદશન છૂટિ ગયા પછી એટલા સમય પછી ફરીને અવધિદર્શન પ્રાપ્ત કરી લે છે. વિક્રાંસળિરસ 0િ કેવળ દર્શન વાળાઓને અંતર હેતું નથી. કેમકે તેઓ સાદિ અપર્યાવસિત હોય છે.
તેમના અલ્પ બહુત્વનું કથન 'सव्वत्थोवा ओहिदसणी, चक्खुदसणी असंखेज्जगुणा केवलदसणी अणंतTળા’ સૌથી ઓછા અવધિ દર્શનવાળા છે. કેમકે આ અવધિદર્શન દેવામાં નારકોમાં કેટલાક ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયોમાં અને મનુષ્યોમાં જ મળે છે. તેના કરતાં ચક્ષુદશની અસંખ્યાત ગણું વધારે છે. કેમકે આ ચક્ષુદશન
જીવાભિગમસૂત્ર
૪૪૩