Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
अंतोमुहुत्तमेत्तं ठिई नियोगाण जंति निद्दिट्ठा । पल्ललंति निगोया तम्मा अंतोमुहुत्तेण ॥ २ एगो असंखेज्जभागो वट्टइ उव्वदृणोववायमि । एग निगोदे निच्चं एवं सेसेसु वि स एव ॥ ३ ॥ આ ગાથાઓનું તાત્પર્ય એવું છે કે–સૂમ નિગોદથી આ સંપૂર્ણ લેક
અંજનચૂર્ણ પૂર્ણ સમુદ્ગકની જેમ ચારે બાજુથી વ્યાપ્ત થઈ રહેલ છે. આ નિગોદેનું નામ બીજું ગોલક પણ છે એ અસંખ્યાત છે. અને તેનો આકાર ગેળ છે. અનંત જીવેના આધારભૂત જે એક શરીર છે. તેનું જ નામ નિગોદ છે. ગેલિક અસંખ્યાત એક એક ગોલકમાં અસંખ્યાત અસંખ્યાત નિગોદ એક એક નિગોદમાં અનંત અનંત જીવ છે. આ નિગદમાં જે અનંત જીવ છે, તેમાંથી એક અસંખ્યાત ભાગ પ્રતિ સમય નિકળતું રહે છે અર્થાત ત્યાંથી મૃત્યુને પ્રાપ્ત થતા રહે છે. અને બીજા છે ત્યાં ઉત્પન્ન થતા રહે છે. આ રીતે પ્રતિ સમય ત્યાં ઉદ્વર્તાના અને ઉત્પાત થતો રહે છે. જે પ્રમાણે આ કથન એક નિગોદન સબંધમાં કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણેનું કથન સઘળા અસંખ્યાત નિગોદમાં કે જે સર્વલક વ્યાપી છે. સમજી લેવું. સઘળા નિગોદેની અને નિગોદ જીની સ્થિતિ એક અંતર્મુહૂર્ત પ્રમાણુજ જઘન્ય અને ઉત્કૃષ્ટથી કહેવામાં આવેલ છે. નિગોદ માં શૂન્ય એક સમય પણ રહેતું નથી. કેમકે તેમાં પ્રતિ સમય ઉદ્વર્તન અને ઉત્પાત થતા રહે છે. 'एवं अपज्जत्तगाण वि पज्जत्तगाण वि जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं'
આ રીતે અપર્યાપ્તક સંબંધી સપ્ત સૂત્રી અને પર્યાપ્ત વિષયક સપ્ત સૂત્રી પણ કહી લેવી જોઈએ. આ બધામાં, પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક અન્તર્મુહૂર્તની છે. સૂ. ૧૨૯ છે
કાયસ્થિતિનું કથન સુદુમા મેતે ! કુદુમતિ સ્ટિગો દેવવુિં હોટું ઇત્યાદિ
જીવાભિગમસૂત્ર
૩પ૭