Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
જોયેળ તિન્તિ સમયા' કેલિ આહારકનું અંતર જઘન્ય અને ઉત્કૃષ્ટથી ત્રણ સમયનુ` છે. આજ કેલિ આહારક સયેાગી ભવસ્થ કેવલી કહેલા છે. ‘ઇમત્સ્ય अणाहारगस्स अंतरं जहणणेणं खुड्डागं भवग्गहणं दुसमयऊणं उक्कोसेणं असंखेज्जं તારું” હું ભગવન્ ! છદ્મસ્થ અનાહારકનું અંતર કેટલું હાય છે? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! છદ્મસ્થ અનાહારકનું અંતર જઘન્યથી તે એ સમય કમ ક્ષુદ્ર ભવગ્રહણ કરવા રૂપ કાળ પ્રમાણુનું છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ પ્રમાણુનુ હાય છે. તાત્પ એજ છે કે જેટલા કાળ છદ્મસ્થ આહારકના છે. એજ છદ્મસ્થ અનાહારકના અંતરકાળ છે. અસંખ્યાત કાળમાં આ અસંખ્યાત ઉત્સર્પિણી કાળ અને અસંખ્યાત અવસર્પિણીકાળ સમાપ્ત થઇ જાય છે. તેમની સખ્યા અહીંયાં આંગળના અસંખ્યાતમા ભાગમાં જેટલા પ્રદેશા હેાય છે એટલી હાય છે. સ્થળે સ્થળે જે ક્ષુલ્લક ભવગ્રહણ, એ શબ્દના પ્રયોગ કરવામાં આવેલ છે તેના હેતુ એ છે કે જે ભવ સૌથી નાના લઘુ હાય છે તેનું નામ ક્ષુલ્લક ભવ છે. જ્યાં ભગવવમાં આવતા આયુના ઉપભેગ થાય છે તેનુ' નામ ભવ છે. એ ભવને જે ગ્રહણ થાય અર્થાત્ ભગવાય તેનું નામ ક્ષુલ્લક ભગ્રહણ છે. આ ક્ષુલક ભવગ્રહણુ ૨પ૬ મસા છપ્પન આવલિકા કાલ પ્રમાણના હાય છે. એક આન પ્રાણમાં કંઈક વધારે ૧૭ સત્તર ક્ષુલ્લક ભવગ્રહણ થાય છે. એક મુહૂર્તીમાં ૬૫૫૩૬ પાંસઠ હજાર પાંચસા છત્રીસ ક્ષુલ્લક ભવગ્રહણ થાય છે. ચૂણી માં એજ પ્રમાણે કહેવામાં આવેલ છે.
'पन्नट्ठि सहस्साइं पंचैव सया हवंति छत्तीसा, । खुड्डाग भवग्गहणा हवंति अंतो मुहुत्तंमि ॥ १ ॥ એક મુહૂર્તીમાં આન પ્રાણાની સ`ખ્યા ૩૭૭૩ ત્રણુ હજાર સાતસે તાંતેર થાય છે. કહ્યુ પણ છે કે
' तिन्नि सहस्सा सत्तय सयाई तेवत्तरि च ऊसासा ।
एस मुहुत्तो भणिओ सव्वेहिं अणंतनाणीहि ॥ १ ॥
એક શ્વાસેાચ્છવાસમાં કેટલા ક્ષુલ્લક ભવગ્રહણ હાય છે ? એ વાત જાણવી હાયતે। અહીં યાં ઐરાશિક વિધિ દ્વારા આ પ્રમાણે તે સમજવી જોઈએ. ૩૭૭૩ ત્રણ હજાર સાતસા ાંતેર ૬૫૫૩૬ પાંસઠ હજાર પાંચસેા છત્રીસ ૧ એક આ રીતે ત્રણ રાશિની સ્થાપના કરવી. પછી છેલ્લી જે એકની રાશી છે તેનાથી મધ્ય-વચલી રાશિના ગુણાકાર કરવા અને તેમાં આવેલી સંખ્યામાં પહેલી રાશીથી ભાગ કરવા ૬૫૫૩૬-૧થી ગુણવાથી ૬૫૫૩૬ સજ આવે છે. તેમાં પહેલી રાશી ૩૭૭૩ થી ભાગાકાર કરવાથી કંઈક વધારે ૧૭ સત્તર ક્ષુલ્લકલવ આવી જાય છે. કહ્યું છે કે
જીવાભિગમસૂત્ર
૪૧૭