Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
અચ્યુત દેવલેાક સુધીના એ સૌધર્માદિક દેવે ક્રમશ: મૃગ, મહિષ, વરાહ, સિહ છગલ, દર, હય, ગજપતિ, ભુજગ ખગ, વૃષભાંક અને વિડિય આ ચિહ્નો જેમના પ્રગટ થાય છે, એવા હેાય છે. સૌધર્મી દેવાના મુગુટામાં મૃગના રૂપનું ચિહ્ન પ્રગટ થાય છે. ઈશાન દેવાના મુગુટમાં મહિષનું ચિહ્ન પ્રગટ થાય છે. સનત્કુમાર દેવાના મુગુટામાં વરાહનું ચિહ્ન પ્રગટ થાય છે. મહેન્દ્ર દેવેશના મુગુટામાં સિ ંહનું ચિહ્ન પ્રગટ થાય છે, બ્રહ્મલેક ધ્રુવેના મુગુટમાં; છગલ-સસલાનું ચિહ્ન પ્રગટ થાય છે. લાન્તક દેવાના મુગુટામાં દેડકાનું ચિહ્ન પ્રગટ થાય છે. શુક્ર લાકના દેવાના મુગુટમાં ઘેાડાનુ ચિહ્ન પ્રગટ થાય છે. સહસ્રાર દેવાના મુગુટેમાં ગજપતિનું ચિહ્ન પ્રગટ થાય છે. આનત કલ્પના દેવેના મુગુટામાં સત્તુ. ચિહ્ન પ્રગટ થાય છે. ‘ખંગ’ એ પદથી અહીયાં ચેાપગા વિશેષ ગેંડા-હાથી લેવામાં આવેલ છે. આરણુ કલ્પના દેવાના મુશુટમાં ખળદનું ચિહ્ન પ્રગટ થાય છે. અને અચ્યુત કલ્પના દેવાના મુશુટમાં વિડિમનું ચિહ્ન પ્રગટ થાય છે. આ બધા દેવાના મુખ–શ્રેષ્ઠ કુંડળેથી પ્રકાશિત હાય છે. શ્રેષ્ડ કુંડળાથી સદા ચમકતા રહે છે. તેમના મસ્તકે આ મુગુટેની દીપ્તિથી દીપિત રહે છે. તેને વધુ પદ્મપત્રના જેવે ગૌર હાય છે. એ કલ્યાણના પાત્ર હોય છે. અર્થાત્ પરમ પ્રશસ્ત હેાય છે. તેના વર્ણ, ગંધ અને સ્પર્શી શુભ હોય છે. તેની વિક્રિયા પણ શુભ હાય છે. વિવિધ પ્રકારના વસ્ત્રો અને માળાએને ધારણ કરવાવાળા હાય છે. પરિવાર વિમાન વિગેરે માટિ ઋદ્ધિયાના તેએ અધિપતિ હોય છે. શરીર આભરણ વિગેરે પ્રકારની મેાટી પ્રભાવાળા હોય છે. મહાયશસ્વી હેાય છે. મહાન્ ખળવાળા હાય છે. મહાન્ પ્રભાવશાલી હાય છે. મહાસુખી હોય છે, તેમનુ વક્ષસ્થળ પહેરેલા હારાની ચમકથી સદા ચમચમાટ વાળુ` રહે છે. પહેરેલા કુંડળાથી તેઓની કપાલ પાલી ઘસાતી રહે છે. વિચિત્ર પ્રકારના હાથના આભૂષણેાથી તેમના બન્ને હાથેા સુશોભિત થતા રહે છે. તેમના મુકુટોની વિચિત્ર–અનેક પ્રકારની માલાએ સજ્જીત રહે છે, એ દેવા તે સુ ંદરથી પણ સુંદર અને આનંદ દાયક માળા પહેરેલા રહે છે. અને તેમના શરીરની
જીવાભિગમસૂત્ર
૨૯૮