Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
મનુષ્ય જીવેને પ્રાપ્ત કરવા વાળાની અપેક્ષાથી અને આગળના ભાવમાં દેવકુરૂ વિગેરેમાં જન્મ ધારણ કરવા વાળાની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. તથા અંતરકાળના કથનમાં નૈરયિક, મનુષ્ય, અને દેવને અંતરકાળ જ જઘન્યથી જે એક અંતમુહૂર્ત પ્રમાણને કહેવામાં આવેલ છે. તે નરકથી નીકળીને ફરીથી નરક પર્યાય પ્રાપ્ત થવાની પહેલાં બીજે એક અંતર્મુહૂર્ત કાળ સુધી જન્મ ધારણ કરવાની અપેક્ષાથી કહેવામાં આપેલ છે. જેમ કઈ જીવ નારક પર્યાયથી નીકળયી હોય અને તેણે મનુષ્યભવ અથવા તિર્યંચભવ એક અંતમુહૂર્ત માટે ધારણ કરેલ હોઈ, અને પછી ત્યાંથી મરીને ફરીથી એજ નરક પર્યાયમાં પહોંચી જાય આ પ્રમાણે અંતરકાળ જઘન્યથી એક અંતર્મહતને નીકળી આવે છે. મનુષ્યભવમાં આ એક અંતર્મુહૂર્ત કાળ સુધી આ પ્રમાણે રહી શકે છે-જેમ કેઈ નારક જીવ નારકથી નીકળીને ગર્ભજ મનુષ્ય પણાથી ગર્ભમાં ઉત્પન્ન થઈ ગયેલ હોય અને તે ત્યાં છએ પર્યાપ્તિ પણ થઈ જવાથી વિશેષ પ્રકારની સંજ્ઞા વાળ પણ બની ગયે હેય, અને પૂર્વ ભવની અપેક્ષાથી વૈકિયલબ્ધિથી યુક્ત તે રાજ્ય વિગેરેની ચાહના વાળ થયો હોય અને જ્યારે પરચક વગેરેના ઉપદ્રવને સાંભળે છે. તો તે પિતાની શકિત ના પ્રભાવથી ત્યાંજ ચતુરંગિણી સેનાની વિકુર્વણુ કરીને એ પરચકની સાથે સંગ્રામ-યુધ્ધ કરે છે. એ રીતે મહારૌદ્ર સ્થાનમાં પડેલે તે જીવ ગર્ભમાં જ કાળ કરી જાય છે અને ફરીથી નરકમાં ઉત્પન્ન થઈ જાય છે. તે આ રીતે આ અંતર જઘન્યથી એક અંતમુહૂર્ત કાળનું બની જાય છે. તથા જ્યારે તે નારક જીવ તિય ચ ભાવમાં ઉત્પન્ન થવાને ગ્ય બને છે. તો તે તંદલ મલ્યની પર્યાયથી ઉત્પન્ન થઈ જાય છે. અને ત્યાં મહારૌદ્ર ધ્યાનયુક્ત થઈને તે એક અંતમુહૂર્ત સુધી જીવતે રહીને તે પછી ફરીને પાછો નરકમાં ઉત્પન્ન થઈ જાય છે. આ રીતે તિર્યંચ ભવની વ્યવધાનની અપેક્ષાથી આ જઘન્ય અંતર નૈરયિકથી પાછા નૈરયિક થવામાં સિદ્ધ થઈ જાય છે. તથા ઉત્કૃષ્ટની અપેક્ષાથી જે અનંતકાળનું અંતર કહેલ છે. તે પરમ્પરાથી વનસ્પતિમાં ઉત્પન્ન થવાની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. તિનિકમાંથી નીકળીને ફરીથી તિર્યાનિકમાં આવવાનો અંતરકાળ
જઘન્યથી જે એક અંતમુહૂર્તને કહેવામાં આવેલ છે. તે તિર્યોનિમાંથી નીકળીને મનુષ્યભવમાં એક અંતર્મુહર્ત સુધી જન્મ ધારણ કરવા વાળા તિર્યંચ જીવની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. તથા ઉત્કૃષ્ટ અંતર કાળ એક સાગરોપમ શત પૃથફત્વને જે કહેવામાં આવેલ છે. તે નિરંતર દેવ, નારક, અને મનુષ્ય ભવમાં ભ્રમણ કરવાની અપેક્ષાથી કહેવામાં આવેલ છે.
જીવાભિગમસૂત્ર
૩૩૭