Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
સુમિત્રાની રાજધાની સર્વરત્ના છે. અને વસુન્ધરા નામની સંમહિષીની રાજધાનીનું નામ રત્નસંચયા છે. બીજું પણ “સ્ટાર રિવાય ત€ ટુરે સેવા મંદિઢિયા વાવ જિબોવમટ્રિય પરિવતિ આ નંદીશ્વર દ્વીપમાં કૈલાસ અને હરિવહન નામના મહદ્ધિક વિગેરે વિશેષણ વાળા અને પાપમની સ્થિતિવાળા બે દેવે નિવાસ કરે છે. “સે તેí ચમા ! લાવ જરા Gોતિસં સંજ્ઞા’ આ કારણથી હે ગૌતમ ! આ દ્વીપનું નામ નંદીશ્વર દ્વીપ એ પ્રમાણે કહેવામાં આવેલ છે. અથવા આ દ્વીપ આ પ્રમાણેના નામથી અનાદિ કાળથી ખ્યાતી પામેલ છે. આ સંબંધમાં વિશેષ કથન પહેલા જે પ્રમાણે કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણે કહી લેવું જોઈએ. અર્થાત્ તેનું એ પ્રમાણેનું નામ પહેલા ન હતું તેમ નથી. વર્તમાનમાં પણ તેનું એ પ્રમાણે નામ નથી એમ પણ નથી. અને ભવિષ્યમાં પણ તેનું એ પ્રમાણેનું નામ રહેશે નહીં એમ પણ નથી. પહેલાં પણ એનું એજ પ્રમાણેનું નામ હતું. વર્તમાનમાં પણ એજ નામ છે. અને ભવિષ્યમાં પણ એજ પ્રમાણેનું તેનું નામ રહેશે. તેથી જ તેને શાશ્વત અર્થાત્ નિત્ય કહેવામાં આવેલ છે. અહીયાં તારાગણ પર્યન્તના સઘળા તિષિક દેવ સંખ્યાત છે. આ નંદીશ્વર દ્વીપમાં તિષ્ક દેના સંબંધમાં પ્રશ્નોત્તર રૂપ સૂત્રપાઠ સ્વયં ઉદ્ભવિત કરીને સમજી લેવો. અર્થાત્ તે તે પ્રશ્નો અને ઉત્તર સમજી લેવા. સૂ. ૧૦૩ |
'नंदिस्सरवरं णं दीवं नंदीसरोदे णामं समुद्दे वट्टे वलयागारसंठाणसंठिए' ७०
ટીકાઈનંદીશ્વર દ્વીપને નંદીશ્વર નામના સમુદ્ર ચારે બાજુએથી ઘેરેલા છે. આ સમુદ્ર ગોળ છે. અને ગોળ વલયના આકાર જેવા આકારવાળે છે. કાવ સવૅ તહેવ’ આ સંબંધમાં સઘળું કથન પહેલાં કહ્યા પ્રમાણે જ છે. તે તે પ્રમાણે વર્ણન કરી લેવું. તે આ પ્રમાણે હે ભગવન્ આ નંદીશ્વર સમુદ્ર શું સમચકવાલ સંસ્થાના વાળ છે? કે વિષમ ચક્રવાલ સંસ્થાન વાળો છે? હે ગૌતમ ! આ નંદીશ્વર સમુદ્ર સમચકવાલ સંસ્થાન વાળો છે. વિષમ ચકવાલ સંસ્થાન વાળે નથી. વિગેરે પ્રકારથી સઘળું કથન અહીયાં ક્ષેોદેદ–ઈક્ષ સમુદ્રના કથન પ્રમાણે કથન કરી લેવું જોઈએ અહિંયાં વિસ્તાર વધી જવાના ભયથી ફરી કહેલ નથી. એજ વાત “ નો રોજાન્સ' આ સૂત્રપાઠ દ્વારા પુષ્ટ કરવામાં આવેલ છે. ઈશ્નરસ સમુદ્રના પ્રકરણમાં જે પ્રમાણેના નામે હોવાના સંબંધમાં પ્રશ્ન અને ઉત્તર કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણે એ સઘળા નામો એહીયાં પણ કહી લેવા. પરંતુ એ પ્રકરણ કરતાં આ પ્રકરણમાં કેવળ એજ વિશેષતા છે કે અહીયાં “સુમધુર સોમાસ મા પથ રહો તેવા મહઢિયા વાવ વિનંતિ' સુમનસ અને સૌમનસ ભદ્ર એ નામના બે દે રહે છે. આ
જીવાભિગમસૂત્ર
૨૫૧