Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
पहेलियंगेति वा सीसपहेलियाति वा पलिओवमेति वा सागरोवमेति वा, उवसપિળાતિ વા ગોવિળત્તિ વા તાવે જ છi મસિ છો વૃદન્નતિ' શીર્ષપ્રહેલિ કાંગ, શીર્ષ પ્રહેલિકા, પપમ, સાગરોપમ, ઉત્સર્પિણી અવસર્પિણી, એ બધા છે, ત્યાં સુધી મનુષ્યલક છે. કાલનો જે સૌથી સૂક્ષમ અંશ છે, કે જેનો ફરિથી વિભાગ થઈ શકતો નથી. તેનું નામ સમય છે, આનું પહેલું ઉદાહરણ તરૂણ બળવાન વિગેરે વિશેષણોથી યુક્ત દરજીને છેકરા દ્વારા એક મોટી સાડી લઇને એકદમ જદિ ફાડવા રૂપ કાર્ય છે. અર્થાત્ જેમ કઈ તરૂણ બળવાન વિગેરે વિશેષણોવાણે દઈને છોકરો એક ઘણી મોટી સાડીને જ્યારે ફાડે છે, તે તે ઘણેજ જદિ તે ફાડી નાખે છે, જોવા વાળાને એમજ જણાય છે કેઆણે આ સાડીને ઘણીજ જહિદ ફાડી નાખી છે. પરંતુ એ સાડી ખરી રીતે તે અનેક સમયમાં ફાડી છે. તે એક સમયમાં ફાટેલ નથી. પહેલાં તેનો ઉપર તાંતણે ફાટેલ છે, તે પછી બીજે તાંતણે ફાટેલ છે, વિગેરે કમથી એ સાડીને ફાડવામાં અનેક સમય લાગી ચૂકેલ છે. પરંતુ જેનારને એક સમય એવું જ લાગે છે. તેથી કાળને સૌથી સૂક્ષ્મ કે જેને ફરીથી વિભાગ થઈ શકતો નથી. એ જ સમય છે. જઘન્ય સંખ્યાત સમયે જે સમુદાય છે, તેનું નામ એક આલિકા છે. એક આવલિકા અસંખ્યાત સમયની થાય છે. સંખ્યાત આવલિકાઓનો એક ઉચ્છવાસ કાળ હોય છે. અને સંખ્યાત આવલિકાઓનો એક નિશ્વાસ કાળ હોય છે. હૃષ્ટ અને નિરોગી પુરૂષને શ્રમ અને ભૂખ વિનાની અવસ્થામાં જે સ્વભાવિક શ્વાસોચ્છવાસ આવે જાય છે. એ કાળનું નામ આન. પ્રાણ કાળ છે. કહ્યું પણ છે
हस्स अणवकल्लस निरुवकिट्टरस जंतुणो, ।
एगे ऊसास निसासे एस पाणुत्ति वुच्चइ ।
શ્વાસેચ્છવાસનું નામ પ્રાણ પણ છે. સાત પ્રાણોને અક તૈક થાય છે, સાત સ્તોકોને એક લવ હોય છે. ૭૭ સત્યેતર લવેનું એક મુહુર્ત થાય છે. કહ્યું પણ છે કે
सत्त पाणूणि से थोवे, सत्तथोवाणि से लवे । लवाणसत्तहत्तरिए एस मुहुत्ते वियाहिए ॥ એક મુહૂર્તની આવલિકાઓનું પ્રમાણ નીચે પ્રમાણે છે___एगाकोडि सत्तद्रि लक्खा सत्ततरा सहस्साय ।
दोय सया सोलहिया आबलियाणं मुहुत्तमि ॥
આ કથન પ્રમાણે ૧ એક કરોડ ૬૭ સડસઠ લાખ ૭૭ સોતેર હજાર બસે સેળ થાય છે. એક મુહૂર્તમાં ઉવાનું પ્રમાણ ___ तिन्नि सहस्सा सत्त य सयाई तेयत्तरिय उसासा ।
एस मुहुत्तो भणिओ सव्वेहिं अणंतणाणीहि ॥
જીવાભિગમસૂત્ર
૨૨૫