Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ! ચંદ્રહદની દક્ષિણ દિશાના ચરમાન્તની પહેલાં દક્ષિણ દિશામાં ૮૩૪ૐ આઠસો ત્રીસ સાતિયા ચાર
જન દર સીતા મહાનદીના બહુમધ્ય દેશભાગમાં ઐરાવત નામનું હદ આવેલ છે. આ ઐરાવત હદનું વર્ણન પણ નીલવંત હદના વર્ણન પ્રમાણે છે. તેથી તેને આયામ, વિષ્કભ, ઉદ્વેધ, પદ્મવર વેદિકા, વનખંડ, ત્રિપાન પ્રતિરૂપક, તેરણ, મૂલપમ, તેને પદ્મ પરિવાર પદ્મપરિક્ષેપ પત્ર એ બધા નીલવંત હદના પ્રકરણમાં કહ્યા પ્રમાણે જ છે. અહીયાં પદ્મ વિગેરેનો પરિવાર ઐરાવત હદની પ્રભા જેવી પ્રભાવાળે છે. ઐરાવતદેવ ત્યાં રહે છે. તેની રાજધાની ઐરાવત નામની છે. અહીયાં કાંચન પર્વતે પણ છે. તો આ તમામ પ્રકારનું વર્ણન જેમ બીજા હદોના વર્ણનમાં તેમના સંબંધમાં વર્ણવેલ છે, એજ પ્રમાણે આના સંબંધમાં અહીં વર્ણવી લેવું. “હિi અંતે ઇત્યાદિ હે ભગવન માલ્યવાન હદ કયાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! ઐરાવતહદના ચરમાન્ડથી પહેલા દક્ષિણ દિશામાં ૮૩૪ આઠસો ત્રીસ સાતિયા ચાર યોજન દૂર સીતા મહાનદીના બહુ મધ્ય દેશ ભાગમાં ઉત્તરકુરૂક્ષેત્રમાં આ માલ્યવાન નામનું હદ છે. આ હદનું વર્ણન પણ નીલવંત હદના વર્ણન પ્રમાણે છે. અહીયાં વાવ વિગેરેમાં જે ઉત્પલે વિગેરે છે. તે બધા માલ્યવાન હદની પ્રભા જેવી પ્રભાવાળા છે. અહીયાં માલ્યવાન દેવ નિવાસ કરે છે. તેની રાજધાનીનું નામ માલ્યવતી છે. એ હદનું નામ એ કારણથી માલ્યવાન એ પ્રમાણે પડેલ છે. આ રાજધાનીનું વર્ણન વિજય રાજધાનીના વર્ણન પ્રમાણે છે. તે સૂ. ૭૬ છે
જબૂપીઠ કે સ્વરુપ કા કથન
ળિ મતે ! ઉત્તરપુર ગુર” ઈત્યાદિ
ટીકાર્થ–હે ભગવન ઉત્તરકુરૂક્ષેત્રનું જંબુસુદર્શન વૃક્ષનું જંબૂપીઠ નામનું પીઠ કયાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“જોમા! વું
જીવાભિગમસૂત્ર
૧૨૫