Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
કલાસ નામને આવાસપર્વત ક્યાં આવેલ છે? શ્રીગૌતમસ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રીએ કહ્યું કે-હે ગૌતમ! જંબુદ્વીપ નામના દ્વીપમાં જે મંદર પર્વત છે એ મંદર પર્વતની મિત્રત્ય દિશામાં લવણ સમુદ્રમાં ૪૨ બેંતાલીસ હજાર યોજન આગળ જવાથી કૈલાસ અનુલંધર નાગરાજને કૈલાસ એનામને આવાસપર્વત છે. તેની ઉપર મહદ્ધિક વિગેરે વિશેષણવાળો કૈલાસ નામનો દેવ રહે છે. તેની સ્થિતિ એક પલ્યોપમની છે. કૈલાસ પર્વતની મિત્રત્ય દિશામાં કિલાસ નામની રાજધાની છે આ રાજધાનીનું વર્ણન વિજ્ય રાજધાનીના વર્ણન પ્રમાણે જ છે. “Tqમે વિ ઉત્તરપુસ્થિi Tu fઉ તાણ વેર વિના અરૂણપ્રભના સંબંધમાં પણ એ જ પ્રમાણેનું કથન સમજી લેવું, અહીયાં આવાસ પર્વતનું કથન વાયવ્ય દિશામાં કહેવું જોઈએ. તથા એ જ દિશામાં અરૂણુપ્રભ નામની તેની રાજધાની છે. ગસ્તૂપ આવાસ પર્વતના વર્ણન પ્રમાણે જ અરૂણ પ્રભ આવાસ પર્વતનું વર્ણન છે. અરૂણુપ્રભ આવાસપર્વત પર અરૂણ પ્રભ નામના દેવ રહે છે. આ આવાસ પર્વત જબૂદ્વીપના મંદિર પર્વતની વાયવ્ય દિશામાં લવણસમુદ્રમાં ૪૨ બેંતાલીસ હજાર યોજન આગળ જવાથી ત્યાં આવે છે. તેની ઉંચાઈ ૧૭૨૧ સત્તરસે એકવીસ એજનની છે, ૪૩૦ ચાર સો સવા ત્રીસ એજન એ જમીનની અંદર પ્રવેશેલ છે, વિગેરે પ્રકારથી તેનું તમામ વર્ણન ગેસ્તૂપ પર્વતના વર્ણન પ્રમાણે છે, આ પર્વતનું આ પ્રમાણે નામ થવાનું કારણ ત્યાંની નાની નાની વાવડીયોમાં ઉત્પન્ન થતા ઉત્પલ વિગેરેની પ્રભા અરૂણપ્રભાની જેવી છે, એજ છે. આ પવર્તની ઉપર એ નામના દેવ નિવાસ કરે છે. આ દેવ મહર્બિક વિગેરે વિશેષણોવાળા છે, અને તેની સ્થિતિ એક પોપમની છે, આ દેવની રાજધાનીનું નામ પણ અરૂણુપ્રભા છે, આ રાજધાની લવણસમુદ્રમાં ૧૨ બાર હજાર યોજન પ્રવેશ કર્યા બાદ આવે છે. આ રાજધાની સંબંધી સઘળું વર્ણન વિજ્યારાજધાનીના વર્ણન પ્રમાણે જ છે. “વત્તા વિ THEIM સવરચનામચાચ’ એ ચારે આવાસ પર્વત એક સરખા પ્રમાણુવાળા અને સર્વાત્મના રત્નમય છે. આ રીતે ગાતૃપ પર્વતના કથન પ્રમાણે તમામ કથન આ અરૂણપ્રભ આવાસ પર્વતનું છે. તે સૂ. ૮૭ |
જીવાભિગમસૂત્ર
૧૬૫