Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
આ કથન પ્રમાણે ચંદ્ર વિમાનના ૧૫ પંદરમા ભાગને કૃષ્ણપક્ષમાં દરરાજ રાહુ વિમાન પેાતાના ૧૫ પંદરમા ભાગથી ઢાંકીલે છે. આ કથનનુ તાત્પય એ છે કે આ પક્ષમાં ચંદ્ર વિમાનના ૧૫ પંદર ભાગ કરી લેવા જોઇએ. અને રાહુ વિમાનના પણ ૧૫ પન્નુર ભાગ કરી લેવા જોઈ એ. આ રીતે કૃષ્ણપક્ષમાં રાહુ વિમાન ચંદ્ર વિમાનના એક એક ભાગને ઢાંકી? છે. અને શુકલ પક્ષમાં એજ ૧૫ પંદરમા ભાગને પોતાના ૧૫મા ભાગથી છેડી દે છે. અર્થાત્ શુકલપક્ષમાં પૂર્વોક્ત કથન પ્રમાણે એ ચંદ્ર વિમાનના એક એક ભાગને ખુલ્લા કરી દે છે. તેથી કૃષ્ણપક્ષમાં ઢાંકતા જવાના કારણે અમાસ સુધીમાં તેના બધાજ ભાગા ઢંકાઈ જાય છે. અને શુકલપક્ષમાં પુનમ સુધીમાં એક એક ભાગ ખુલ્લે થતા થતાં બધાજ ભાગા ખુલ્લા થઈ જાય છે. આ વિષયને વિશેષ રૂપે જાણવા માટે ચંદ્રપ્રજ્ઞપ્તિ જોઇ લેવી જોઇએ. ત્ત્વ बडूढइ चंदो परिहाणी एव होइ चंदस्स कालोवा जोण्हावा तेणाणुभावेण चंदस्स' આ કારણથી હું ગૌતમ ! શુકલ પક્ષમાં ચંદ્રમા વધે છે. અને કૃષ્ણ પક્ષમાં ઘટે છે. અને એ કારણથી કૃષ્ણપક્ષ અને શુકલપક્ષ થાય છે.
अंतो मस्सखेते हवंति चारोवगाय उववण्णा ।
पंचविहा जोइसिया चंदसूरा गहगणाय ॥ २१ ॥
આ મનુષ્યક્ષેત્રમાં ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા એ પાંચ પ્રકારના જ્યાતિષ્ણે કહેલા છે. અને તેઓ ચાલે છે.
'तेण परं जे सेसा चंदाइच्चा गहतारणक्खत्ता ।
नत्थ गई न वि चारो अवट्ठिया ते मुणेयव्वा ॥ २२ ॥
અઢાઈ દ્વીપની બહાર જે પાંચ પ્રકારના જ્યાતિષી અર્થાત્ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, તારા, અને નક્ષત્રો છે, તે બધા ગતિ વિનાના છે. અર્થાત્ પોતાના સ્થાનેથી ચાલતા નથી. અને મંડળ ગતિથી પરિભ્રમણ પણુ કરતા નથી પરંતુ અવસ્થિત છે.
दो चंदा इह दीवे चत्तारिय सागरे लवणतोए । धायइसंडे दीवे बारस चंद्राय सूराय ॥ २३ ॥
આ જંબૂદ્વીપમાં બે ચદ્રો અને એ સૂર્યાં છે. લવણસમુદ્રમાં ચાર ચદ્રો અને ૪ ચાર સૂર્યાં છે. ધાતકીખંડમાં ૧૨ બાર ચંદ્રમા અને ૧૨ ખાર સૂર્યાં છે.
'दी दो जम्बूदीवे ससि सूरा दुगुणिया भवे लवणे ।
लावणिगाय ति गुणिया ससि सूरा धायई संडे ॥ २४ ॥
જીવાભિગમસૂત્ર
૨૧૮