Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
राहु विमाणं निच्चं चंदेण होइ अविरहियं । चउरंगुलमप्पत्तं हिट्ठा चंदस्स तं चरइ' હે ગૌતમ ! કૃષ્ણ રાહ વિમાન ચંદ્રમાની સાથે સદા-સર્વકાળ ચંદ્રમાના વિમાનની નીચે ચાર આંગળ દૂર રહીને ચાલે છે, આવી રીતે ચાલતું એવું તે વિમાન શુકલ પક્ષમાં ધીરે ધીરે તેને ઢાંકી લે છે. આ કથનનું તાત્પર્ય અહીયાં એવું નીકળે છે કે–રાહ બે પ્રકારના હોય છે. એક પર્વરાહુ અને બીજા નિત્ય રાહુ જે કઈક જ સમયે અકસ્માત્ આવીને પિતાના વિમાનથી ચંદ્ર વિમાનને કે સૂર્ય વિમાનને ઢાંકીલે છે, તે પર્વરાહુ કહેવાય છે. અને એ પર્વરાહુનેજ લેકમાં ગ્રહણ કહેવામાં આવે છે. અહીંયાં તે પર્વરાહુને ગ્રહણ કરવામાં આવેલ નથી. અહીંયા તે નિત્ય રાહુનેજ ગ્રહણ કરેલ છે. આ નિત્ય રાહનું વિમાન કાળું હોય છે. અને તે ચંદ્ર વિમાનની નીચે ચાર આંગળ દૂર રહીને તેની સાથે કાયમ ચાલતું રહે છે. જ્યારે તે એના વિમાનને ઢાંકીલે છે, ત્યારે કૃષ્ણ પક્ષ કહેવાય છે. અને જ્યારે તે ચંદ્ર વિમાનને ઢાંકતું નથી, ત્યારે શુકલપક્ષ કહેવાય છે. શુકલ પક્ષમાં ધીરે ધીરે ચંદ્રનું વિમાન તેના આવરણ વિનાનું હોય છે. અને કૃષ્ણ પક્ષમાં ધીરે ધીરે તે તેના આવરણથી યુક્ત થાય છે. કહ્યું પણ છે કે
'बावट्टि बावहि दिवसे दिवसे उ सुक्कपक्खस्स ।
जं परिवढई चंदो खवेइ तं चेव कालेणं ॥ १ ॥ ચંદ્ર વિમાનના દર બાસઠ ભાગે કરી લેવા જોઈએ તેમાંથી ચંદ્ર વિમાનના એ ઉપરિતમભાગ સદા અનીવાર્ય સ્વભાવ હોવાથી તેને છોડી દેવા જોઈએ બાકીના વધેલા દ સાઈઠ ભાગોને ૧૫ પંદરથી ભાગવા જોઈએ આ રીતે જે ચાર ભાગ આવે છે તે અહીંયા ભવમાં સમુદાયના ઉપચારથી ૬૨ બાસઠ શબ્દથી કહેવામાં આવેલ છે. શુકલપક્ષમાં ચંદ્રમા દરરોજ ૬૨ બાસઠ ભાગ સુધી વધે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે તે ૪ ચાર ૪ ચાર ભાગ સુધી વધે છે. એ રીતે એ કૃષ્ણપક્ષમાં ૪ ચાર ભાગ સુધી ઘટે છે. કહ્યું છે કે
पन्नरसइ भागेण य पुणो चंदं पन्नरसमेष तं वरइ । पन्नरसइ भागेण य पुणो वि तं चेव तिक्कमइ ॥ २ ॥
જીવાભિગમસૂત્ર
૨૧૭