Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
આ બધા જયાતિમંડલ સુમેરૂ પર્વતની ચારે બાજી પ્રદક્ષિણા કરે છે. કેમકે—પ્રદક્ષિણા કરવાના તેઓને સ્વભાવ છે. એ ૧૧૨૧ અગીયારસે એકવીસ હજાર સુમેરૂને છોડીને જ તેની પ્રદક્ષિણા કરે છે. એનાથીજ કાળ વિભાગ થાય છે. સઘળી દિશાઓ અને વિદિશાઓમાં ફરતા એવા ચંદ્ર વિગેરેની દક્ષિણ દિશામાંજ મેરૂ હાય છે. તેથી તેને ‘ક્ષિળાવત મંઇજી એ વિશેષણથી યુક્ત કહેલ છે. આનાથી એ સમજવું જોઇએ કે મનુષ્યલેકમાં આવેલ સઘળા સૂર્યો વિગેરે પ્રદક્ષિણાવર્ત ગતિથી પરિભ્રમણ કરે છે. આ ચદ્રાદિક ગ્રહોનુ' મડળ અનવસ્થિત છે. કેમકે યથાયેાગ્ય પણાથી બીજા બીજા મંડલપર એ પરિભ્રમણ કરતા રહે છે. નક્ષત્રા અને તારાઓના મંડળ અવસ્થિતજ હોય છે. એજવાત નવત્તતારપાળ બટ્રિયા મંછા મુળયવ્વા' આ વાકય દ્વારા પ્રગટ કરવામાં આવેલ છે. તે પણ એ ‘તે વિચયાળિાવત્તમેવ મેર લઘુતિ' આ કથન પ્રમાણે નક્ષત્રા અને તારાઓ પણ પ્રદક્ષિણવર્તીમંડળ થઈનેજ મેરૂની પ્રદક્ષિણા કરે છે. તેથી એ ગતિહીન નથી. પરંતુ ગતિવાળાજ છે. તારા અને નક્ષત્રને જે અવસ્થિત મંડળ કહ્યા છે તેનું તાત્પર્ય પ્રતિનિયત કાળ સુધી તેમનું એક એક મંડળ રહે છે આ કથનથી છે.
रणियर दियराणं उडूदेव अहेव संकमो नत्थि । मंडलसंकमण पुण अब्भिंतर बाहिरतिरिए ॥ १॥
ચંદ્ર અથવા સૂર્યનું ઉપર અથવા નીચે સંક્રમણ થતું નથી. કેમકે જગતના સ્વભાવજ એવા હોય છે. આ કથનનુ તાપ એવું છે કે સર્વાભ્યન્તર મંડળની આગળના મંડળામાં ત્યાં સુધીજ તેમનું સંક્રમણ થાય છે, કે જ્યાં સુધી તે સર્વા ખાહ્ય મંડળમાં આવી શકતા નથી.
'रयनियर दिणयराण नवखत्ताणं महग्गहाणं च । चार विसेसेण भवे सुह दुहविही मणुस्साणं ॥ २ ॥
ચદ્ર અને સૂર્યાં, નક્ષત્ર અને મહાગ્રહ તેએની ચાલ વિશેષજ મનુષ્યેાના સુખદુઃખના વિધાન રૂપ હોય છે. મનુષ્યેાના કર્મ એ પ્રકારના હોય છે. એક શુભવેદ્ય અને ખીજા અશુભવેદ્ય તેના સામાન્ય રીતે વિપાકના કારણે દ્રવ્ય; ક્ષેત્ર, કાલ, ભાવ, અને ભવના ભેદ પાંચ માનવામાં આવ્યા છે. કહ્યુ' પણ છે. 'उदयक्खयखओवसमोवसगा जं च कम्मुणो भणिया ।
दव्वं खेत्तं कालं भावं भवं च संपप्प ॥ ३ ॥
શુભ વેદ્ય કર્મોના વિપાકના કારણે શુભદ્રવ્ય, શુભક્ષેત્ર, વિગેરે હોય છે,
જીવાભિગમસૂત્ર
૨૧૫