Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
જાડાઈને એકઠી કરવાથી ૧૮ અઢાર જનની થાય છે. આ ૧૮ અઢાર
જનનો પુષ્કરવર દ્વીપના ૧૯૨૮૯૮૯૪ એક કરોડ બાણ લાખ નેવાસી હજાર આઠસે ચોરાણુ જન પરિમાણમાંથી ઓછું કરવું જોઈએ. તે ઘટાડવાથી ૧૨૮૯૭૬ એક કરોડ બાણ લાખ નેવાસી હજાર આઠસે છોતેર યોજન પ્રમાણ બચે છે. તેને પાછા ચારથી ભગાવાથી ૪૮૨૨૪૬૯ અડતાલીસ લાખ બાવીસ હજાર ચાર ઓગણ સીત્તેર જનનું અંતર દરેક કારનું પરસ્પરનું નીકળી આવે છે. “TURા રો વિ પુટ્ટા નવા રોણુ માળિયદા” હે ભગવન ! પુષ્કર દ્વીપના તે પ્રદેશ કે જે પ્રદેશ પુષ્કરવર સમુદ્રને સ્પર્શેલા છે. તે પ્રદેશ પુષ્કરવર દ્વીપના કહેવાશે કે પુષ્કરવર સમુદ્રના કહેવાશે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રીએ એવું કહ્યું કે-હે ગૌતમ ! તે પ્રદેશ પુષ્કરવર દ્વીપનાજ કહેવાશે. પુષ્કરવર સમુદ્રના કહેવાશે નહીં એજ રીતે જે પ્રદેશો પુષ્કરવાર સમુદ્રના છે, કે જે પુકરવર દ્વિીપને સ્પશેલા છે, તે પ્રદેશ પુષ્કરવર સમુદ્રના જ કહેવાશે. પુષ્કરવર દ્વીપના કહેવાશે નહીં કેમકે લેકને વ્યવહાર એજ ચાલ્યા આવે છે. એજ પ્રમાણે જ્યારે ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવો પ્રશ્ન પૂછો કે છે ભગવન્! પુષ્કર દ્વીપમાં મરેલા જીવે ત્યાંજ ઉત્પન્ન થાય છે? અથવા ત્યાં ઉત્પન્ન ન થતાં કઈ બીજેજ ઉત્પન્ન થઈ જાય છે? અર્થાત્ પુષ્કરવર સમુદ્રમાં મરેલા જીવો પુષ્કરવર સમુદ્રમાં જ ઉત્પન્ન થાય છે? કે તે સિવાયના બીજા સ્થાનમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે હે ગૌતમ ! કેટલાક જીવો એવા પણ હોય છે કે જેઓ ત્યાં મરીને ફરી ત્યાં જ ઉત્પન્ન થઈ જાય છે. અને કેટલાક ત્યાં ઉત્પન્ન થતા નથી. પણ બીજેજ ઉત્પન્ન થઈ જાય છે. કેમકે જીવ કમને આધીન છે. તેથી કર્મના ઉદય પ્રમાણે જે જીવે જેવી ગતિ વિગેરેને બંધ કરેલ હોય છે. તે તેવીજ ગતિ આદિમાં ઉત્પન્ન થાય છે.
સે ગઈ તે ! વં ગુરુ પુરવરવહીવે ” હે ભગવન આ પુષ્કરવાર દ્વિીપનું નામ “પુષ્કરદ્વીપ’ એ પ્રમાણે શા કારણથી થયેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે જો મા ! પુરવાથi વીવે તહં તëિ વહુ H
જીવાભિગમસૂત્ર
૨૦૬