Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
માનજો માણુનત્તે આ કારણથી છે ગૌતમ ! મનુષ્યક્ષેત્રનું નામ “મનુષ્ય ક્ષેત્ર એ પ્રમાણે કહેવામાં આવેલ છે. તથા મનુષ્યને જન્મ અને મરણ આજ ક્ષેત્રમાં થાય છે. આ ક્ષેત્રથી બહાર થતો નથી. મનુષ્ય જન્મની અપે. ક્ષાથી મનુષ્ય ક્ષેત્રની બહાર થયે નથી. થતો નથી અને થશે પણ નહીં તથા જે કઈ દેવ અથવા દાનવ અથવા વિદ્યાધર તેની સાથે પોતાના પૂર્વભવના બાંધેલા વૈરને ભગાડવા માટે અર્થાત્ બદલે લેવા માટે એવી બુદ્ધિ કરે કે હું આ મનુષ્યને આ સ્થાનેથી ઉઠાવીને મનુષ્ય ક્ષેત્રની બહાર મૂકી આવું. અથવા કહાડી મુકું, કે જેનાથી એ ઉભો ઉભે સૂકાઈ જાય અથવા તે મરી જાય. તે પણ તેની તેવી બુદ્ધિ લેકના પ્રભાવથી જ ફરી એવી બદલાય જાય છે કે-જે કારણથી તેને કંઈ પણ કરી શકતા નથી. જે તે એ મનુષ્યનું સંહરણ પણ કરીલે તે તે ફરીથી તેને ત્યાંજ પાછો લાવીને મૂકી દે છે. આ રીતે સંહરણની અપેક્ષાથી પણ મનુષ્ય ક્ષેત્રની બહાર કઈ મનુષ્ય કયારેય મર્યા નથી. તેમજ મરતા નથી અને મરશે પણ નહીં તથા જેઓ જંઘાચારી અને વિદ્યાચારી મુનિજન નન્દીશ્વર વિગેરે દ્વીપ પર્યન્ત જાય છે. તેઓ પણ ત્યાં મરણને શરણ પણ થતા નથી. પરંતુ મનુષ્ય ક્ષેત્રમાંજ આવીને તેઓ મરણ પામે છે. આ જ કારણથી માનુષેત્તર પર્વત છે. સીમા જેની એવું જે મનુગેનું ક્ષેત્ર છે. એજ મનુષ્ય ક્ષેત્ર છે.
મનુષ્ય ક્ષેત્ર સંબંધી ચન્દ્રાદિનું કથન મનસ મતે! તિ ચં મસ, રૂ' હે ભગવન મનુષ્યક્ષેત્રમાં કેટલા ચંદ્રમાઓએ પ્રકાશ આપે હતો ? વર્તમાનમાં કેટલા ચંદ્રો પ્રકાશ આપે છે અને ભવિષ્યમાં કેટલા ચંદ્રો પ્રકાશ આપશે ? એજ પ્રમાણે મનુષ્ય ક્ષેત્રમાં કેટલા સૂર્યોએ પિતાને તાપ આપ્યો હતો ? વર્તમાનમાં કેટલા સૂર્યો તાપ આપે છે? અને ભવિષ્યમાં કેટલા સૂર્યો તાપ આપશે? કેટલા મહાગ્રહોએ મનુષ્યક્ષેત્રમાં ચાલ ચાલી છે? કેટલા મહાગ્રહો ત્યાં વર્તમાનમાં ચાલ ચાલે છે? અને ભવિષ્યમાં કેટલા મહાગ્રહો ચાલ ચાલશે? કેટલા નક્ષત્રો મનુષ્ય ક્ષેત્રમાં ચમક્યા હતા? વર્તમાન કેટલા નક્ષત્રે ત્યાં ચમકે છે? અને ભવિષ્યમાં કેટલા નક્ષત્રે ત્યાં ચમકશે? કેટલા તારાગણની કોટિ કોટિ એ
જીવાભિગમસૂત્ર
૨૧૧.