Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
છે. પરસ્પર ઘડ઼િત રહે છે, અને એવી જણાય છે કે જાણે એ પરસ્પરમાં મળીને વાતચીત કરતી હાય. ઉદાર, મનેાજ્ઞ, અને કાન અને મનને આનંદ પમાડવાવાળા શબ્દોથી ચારે બાજુથી ભરેલી રહે છે. તેની શેલા ઘણા જુદા પ્રકારની જણાય છે, એ વેદિકાની આજી માજી સ્થળે સ્થળે ઘેાડાના યુગલેા, હાથીયાના યુગલેા, નરયુગલે કિનરાના યુગલે ક પુરૂષોના યુગલે, મહેારગેાના યુગલે, ગંધર્વાંના યુગલે અને બળદોના યુગલા છે. એ બધા સર્વાત્મના રત્નમય છે. અચ્છ આકાશ અને સ્ફટિક મણુિના જેવા સ્વચ્છ છે. યાવત્ પ્રતિરૂપ છે. એ પાવર વેદિકાની આજુબાજુ અનેક ઘેાડાએની પ`ક્તિયે છે. હાથિયાની પંક્તિયેા છે. યાવત્ તે પ્રતિરૂપ છે. તથા પદ્મ, નાગ, અશેક ચંપક-વસંત, વાસન્તિકા અતિમુક્ત કુંદ અને શ્યામલતાએ પણ એ પદ્મવર વેદિકાઓની આજુબાજુ છે. એ બધી લતાએ સદા કુસુમિત રહે છે. સ્તબકિત રહે છે. શુચ્છિત રહે છે. તથા અલગ અલગ ષડાકારથી રહેલ મંજરી રૂપ અવત ́સક અર્થાત્ કર્ણાભરણુને એ ધારણ કરીને રહે છે. આ બધી લતાએ સર્વાત્મના રત્નમય અને અચ્છ છે. તથા પ્રતિરૂપ સુધીના વિશેષણાથી યુક્ત છે. આ પદ્મવર વેર્દિકામાં સ્થળે સ્થળે ચાખાના અનેલા તથા કોઇ વખત નાશ ન પામે તેવા સ્વસ્તિક છે. તે ખધા સર્વાત્મના રત્નમય યાવત્પ્રતિરૂપ છે.
હે ભગવન્ આ વેદિકાનુ નામ પદ્મવર વેદિકા એ પ્રમાણે શા કારણથી થયેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! આ પદ્મવર વેદિકાના સ્થાન રૂપ વેદિકાની આસપાસ વૈશ્વિકાના પાટિયાઓની ઉપર વેદિકાના પુટાન્તરમાં વેદિકાના સ્તામાં સ્ત ંભની આજુ બાજુ વિગેરે બધાજ સ્થાનામાં પદ્મ યાવત્ લાખ પાંખડીયા વાળા પુષ્પો રહેલા છે, એ બધા સર્વાત્મના રત્નમય અને અચ્છ વિગેરે પ્રતિરૂપ સુધીના વિશેષણે વાળા છે. તે કારણથી હું ગૌતમ ! આ વેદિકાનું આ રીતનું નામ કહેલ છે. વળી આ પદ્મવરવેદિકા એ પ્રમાણેનુ નામ શાશ્વત છે. તે પહેલા ન હતુ તેમ નથી. વમાનમાં નથી તેમ પણ નથી અને ભવિષ્યમાં નહી હોય તેમ પણ નથી. પરંતુ એવું આ નામ પહેલાં હતું. વર્તમાનમાં પણ છે. અને
જીવાભિગમસૂત્ર
૧૬૭