Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આવે તે આવરણવરણ નામની આઠમી નાટથવિધિ છે. જે નાટવિધિમાં ચંદ્રના અસ્ત થવાને અને સૂર્યના અસ્ત થવાને અભિનય બતાવવામાં આવે છે તે નાટયવિધિ અસ્તમયનાસ્તમય એ નામની નવમી નાટવિધિ છે. જે નાટચવિધિમાં ચંદ્રમંડલ, સૂર્યમંડલ, નાગમંડલ, યક્ષમંડલ, ભૂતમંડલ, એ બધાને જુદે જુદે અભિનય કરીને બતાવવામાં આવે છે. એ મંડલ પ્રવિભક્તિ નામની ૧૦ દસમી નાવિધિ છે. 2ષભમંડલ પ્રવિભક્તિ સિંહમંડલ પ્રવિભક્તિ, હયવિલસિત, ગજવિલસિત. મત્તેહયવિલસિત. અને મત્તગજવિલસિત આ બધાનો જેમાં અભિનય બતાવવામાં આવે છે. તે દ્રતવિલમ્બિત નામની અગિયારમી નાટચવિધિ છે. ૧૧ સાગર પ્રવિભક્તિ અને નાગ પ્રવિભક્તિને જેમાં અભિનય બતાવવામાં આવે છે, તે સાગર નામની બારમી નાટચવિધિ છે. ૧૨ નંદા પ્રવિભક્તિ, અને ચંપા પ્રવિભક્તિને જેમાં અભિનય બતાવવામાં આવે તે તેરમી નાવિધિ છે. ૧૩ આ નાટચવિધિનું નામ નંદા ચંપ પ્રવિભક્તિ એ પ્રમાણે છે. મસ્યાંક પ્રવિભક્તિ, મકરાંડક પ્રવિભક્તિ. જાર પ્રવિભક્તિ, મારપ્રવિભક્તિ અને જેમાં અભિનય બતાવવામાં આવે છે. તે ચૌદમી નાટયવિધિ છે, આનું નામ મલ્યાંકડક મકરાંક જારમાર પ્રવિભક્તિ એ પ્રમાણે છે. ૧૪ જે નાટ્યવિધિમાં ચકાર, છકાર, જકાર; ઝકાર, બેકાર પ્રવિભક્તિને અભિનય બતાવવામાં આવે છે તે સોળમી નાટવિધિ છે. ૧૬ ટ, ઠ, ડ, ઢ અને ણ આની પ્રવિભક્તિને જે નાવિધિમાં અભિનય બતાવામાં આવે છે. તે સત્તરમી નાટથવિધિ છે. ૧૭ જે નાટ્યવિધિમાં ત, થ, દ, ધ, અને ન આની પ્રતિવિભક્તિને અભિનય બતાવવામાં આવે તે અઢારમી નાટવિધિ છે. ૧૮ જે નાટયવિધિમાં પ, ફ, બ, બ, અને મ ની પ્રવિભક્તિને અભિનય બતાવવામાં આવે તે ઓગણીસમી નાટયવિધિ છે. ૧૯ જેમાં અશોક પલ્લવેની પ્રવિભક્તિ, આંબાના પલની પ્રવિભક્તિ, જાંબુની પલ્લાની પ્રવિભક્તિ તેમજ કેશાબના પલ્લવાની પ્રવિભક્તિ બતાવવામાં આવે છે. તે પલ્લવ પ્રવિભક્તિ એ નામની વીસમી નાવિધિ છે. ૨૦ જે નાટવિધિમાં પદ્મલતા પ્રવિભક્તિ, અશોકલતા પ્રવિભક્તિ ચંપકલતા પ્રવિભક્તિ, આમ્રલતા પ્રવિભક્તિ, વનલતા પ્રવિભક્તિ, વાસન્તીલતા પ્રવિભક્તિ, અતિમુક્તલતા પ્રવિભક્તિ, અને શ્યામલતા પ્રવિભક્તિને અભિનય બતાવવામાં આવે એ લતા પ્રવિભક્તિ એ નામની એકવીસમી નાવિધિ છે. ૨૧ બાવીસની નાવિધિ નું નામ દ્રત છે. ૨૨ તેવીસમી નાટ્યવિધિનું નામ વિલમ્બિત એ પ્રમાણે છે. ૨૩ ચોવીસમી નાટવિધિનું નામ દુતવિલમ્બિત એ પ્રમાણે છે. પચીસમી નાટ્યવિધિનું નામ અંચિત એ પ્રમાણે છે. ૨૫ છવ્વીસમી નાટયવિધિનું નામ રિભિત એ પ્રમાણે છે. ૨૬ સત્યાવીસમી નાવિધિનું નામ અંચિતરિભિત
જીવાભિગમસૂત્ર