Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એ પુછપથી યુક્ત શભા દ્વારા ઘણેજ રમણીય લાગે છે. વિગેરે પ્રકારથી એકરૂક દ્વીપનું જે પ્રમાણેનું કથન છે તે તમામ કથન અહીંયાં પણ કહી લેવું. હે શ્રમણ આયુમન યાવત્ અહીંના મનુષ્ય મરીને દેવલોકમાં પણ જાય છે. એ ઉત્તર કુરૂઓમાં રહેવાળાઓની સ્થિતિ કેટલી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રીએ એવું કહ્યું કે હે ગૌતમ ! ત્યાંના રહેવાવાળાઓની જઘન્ય સ્થિતિત પાપમના સંખ્યાતમા ભાગથી હીન ત્રણ પલ્યોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ પૂરા ત્રણ પલ્યોપમની છે. હે ભગવન્ આ ઉત્તર કુરૂના નિવાસ કરનારા મનુષ્યો મરીને કયાં જાય છે? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! જયારે તેઓનું આયુષ્ય જ છ મહીનાનું બાકી રહે છે ત્યારે તેઓને પુત્ર અને પુત્રી એ બને જેડકારૂપે ઉત્પન્ન થાય છે. તેને તેઓ ૪૯ ઓગણપચાસ દિવસ પર્યન્ત પાળે છે. પરભવના આયુષ્યને બંધ તે તેઓને પહેલેથી જ થઈ જાય છે. તેથી તેઓ છીંક અને ખાંસી લઈને તથા જીભાઈ--બગાસું લઈને મરે છે. મરતી વખતે તેઓને જરાપણ દુઃખ પડતું નથી. તેઓ મરીને વનવ્યન્તર અથવા ભવનપતિ દેવલેકેમાં ઉત્પન્ન થાય છે. તેથી હે શ્રમણ આયુમન તેઓની ઉત્પત્તી દેવલેકમાં કહેવામાં આવેલ છે. આ પ્રમાણે ઉત્તર કુરૂની વક્તવ્યતા એકરૂક દ્વિીપના કથન પ્રમાણે કહીને હવે સૂત્રકાર એ બન્નેના કથનમાં જે જે ફેરફાર છે તેને “નવાં રૂપં બાળd” આ સૂત્રાંશ દ્વારા પ્રગટ કરે છે. “ धणुसहस्स जूसिता दो छप्पन्ना पिट्टकरंडसता अट्ठमभत्तस्स आहारट्टे समुप्प. ક્ષત્તિ તેઓના શરીરની ઉંચાઈ ૬ છ હજાર ધનુષની છે. અર્થાત્ ત્રણ કેસની થાય છે. તેઓના શરીરની પાંસળી ૨પ૦ બસે છપન છે. ૩ ત્રણ દિવસ પછી તેઓને આહારની ઈચ્છા થાય છે. “તિom સ્ટિોરમાડું રૂારું જિલ્લોवमस्स संखेजइभागेणं ऊणगाई जहण्णेणं तिन्नि पलिओवमाइं उक्कोसाई' તેઓની જઘન્ય આયુ પપમના અસંખ્યાતમા ભાગથી હીન ત્રણ પપ. મની છે. અને ઉત્કૃષ્ટ આયુષ્ય પૂરા ત્રણ પપમનું છે. “વ પૂજારર્સિ વિચારું અણુવાળા ના હવાગ ૪૯ ઓગણ પચાસ દિનરાત સુધી તેઓ પિતાના પુત્ર પુત્રી રૂ૫ યુગનું પાલન કરે છે. બાકીનું તમામ કથન અહીંયાં એકરૂક નામના અંતર દ્વીપના કથન પ્રમાણે છે. હે ભગવન ઉત્તર કરમાં જતિ ભેદને લઈને કેટલા પ્રકારના મનુષ્યો રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“છત્રીદા મજુરા નગંતિ” હે ગૌતમ! જાતિ ભેદને લઈને છ પ્રકારના મનુષ્ય રહે છે. “તં ’ જેમકે “Tigયા, મિયગંધા, ગમમાં સદ્દા, તેત્રી, નિવારી’ પદ્મના જેવી ગંધવાળા પદ્મગંધ, મૃગના જેવી ગંધવાળા મૃગગંધ, મમત્વથી રહિત થયેલ અમમ, સહન શીલતા વાળા, સહ, તેજથી યુક્ત થયેલ તેજસ્વી અને ધીરે ધીરે ચાલવાવાળા શનૈશ્ચરી
જીવાભિગમસૂત્ર
૧૦૮