________________
સમુમિ પતિ તિર્થને અધિકાર.
૩૫]
અને ઉત્કૃષ્ટપણે જે જન પ્રથકત્વ (પ્રથકત્વ તે બેથી તે નવ સુધી જાણવું) અને તેનું આખું જઘન્યથી અંતર્મુહુર્તનું અને ઉત્કૃષ્ટપણે ત્રેપન હજાર વરસનું છે. શેપ અધિકાર સર્વ જળચર સમુછિમની પરે જાણવો. જાવત્ મરીને ચારે ગતિમાં જાય. અને બે ગતિમાંહેથી આવે, એ જીવ પ્રત્યેક શરીરના ઘણી અસંખ્યાતા છે. એ ઉપર સર્પને અધિકાર પુરે થયે. હવે ભૂજ પર સર્પ સમુમિ થળચર તિર્યંચ પચેંદ્રિને અધિકાર કહે છે. પ્રશ્ન–હે ભગવંત, ભૂજ પર સર્પ થળચર સમુઈમના કેટલા ભેદ છે? ઊ તર–હે ગૌતમ, તેના અનેક ભેદ છે. ગેહ, નકુલ (નેલીયા) ઊંદર, ગલી, કાકડા; ખીલોડા, પ્રમુખ બીજા વળી જે તથા પ્રકારના જીવ તેને સંક્ષેપથી બે ભેદ. એક પર્યાપ્તા અને બીજો ભેદ અપર્યાપ્તા. પ્રશ્ન–હે ભગવંત, તે જીવના શરીરની અવગાહના કેવડી છે ? ઉતર–હે ગૌતમ,જઘન્યથી આંગુલને અસંખ્યાતમે ભાગે, ને ઉત્કૃષ્ટપણે ધનુષ પ્રથકત્વ. પ્રશન–હે ભગવંત, તે જીવનું આખું કેટલા કાળનું છે? ઉતર–હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્તનું, અને ઉત્કૃષ્ટપણે બેતાળીશ હજાર વસનું છે.
શેષ અધિકાર સર્વ જળચર સમુછમ જીવની પરે જાણો. જાવત ચારે ગતે મરીને જાય, અને બે ગતિમાંહેથી આવે. એ જીવ પ્રત્યેક શરીરના ધણી અસંખ્યાતા છે. એ ભૂજ પર સર્પ સમુછિમને અધિકાર છે. એ થળચર સમુઇિમ તિર્યંચ પચૅદિને
અધિકાર પુરે થશે. હવે ખેચર સમુમિ તિર્યંચ પચેદિને અધિકાર કહે છે. પ્રશ્ન–હે ભગવંત, બેચર સમુમિ તિર્યંચના કેટલા ભેદ છે? ઉતર હે ગૌતમ, તેના ચાર ભેદ છે. ચર્મ પક્ષી ૧, (ચામડાની પાંખવાળા છવ) રોમપક્ષી ૨, (રંવાડાં હોય તે) સમુગપક્ષી ૩, (દાબડાની પેઠે જેની પાંખ બીડેલી હોય તે. અને વિતત પક્ષી ૪. તે લાકડીની પેઠે જેની પાંખ ઉઘાડી હોય તે). પ્રશન–હે ભગવંત, ચર્મપક્ષીના કેટલા ભેદ છે ? ઉતર–હે ગૌતમ, તેના અનેક ભેદ છે, વડવાંગુલ, છાપા, ભારંડ, પ્રમુખ. વળી બીજા છવ, તે છવ સરખા હોય તે ચર્મપક્ષી કહીએ. પ્રશન–હે ભગવંત, રોમ પક્ષીના કેટલા ભેદ છે ? ઉતર– હે ગતમ, તેના પણ અનેક ભેદ છે. ઢક, કંખ, મોર, પારેવા, સુડા, પિપટ, હંસ, કેલ, કાગડા, પ્રમુખ જે વલી તથા પ્રકારના બીજા જીવ તે રોમ પક્ષી કહીએ. પ્રશન–હે ભગવંત, સમુગપક્ષીના કેટલા ભેદ છે? ઉતર–હે ગૌતમ, તેનો એક જ ભેદ છે. તેને અધિકાર જેમ પનવણાઇ સુત્રમાં કહ્યો છે તેમ જાણો. જાવત વિતતપક્ષી પણ એકજ ભેદે જાણવા. (એ સમુગપલી, ને વિતતપક્ષી અઢીડીપ બહાર છે એમ પનવણમાં છે).
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org