________________
તિર્ષિ દેવતાને અધિકાર
૧૫૭]
--
-
---
-
-
-
--
-
૫૫, તિષિ દેવતાને અધિકાર. પ્રશ્ન- હે ભગવંત, તિષેિ દેવતાના વિમાન કયાં છે, ને તિથી દેવતા ક્યાં વસે છે? ઉતર—હે ગતમ, અસંખ્યાતા દ્વીપ સમુદ્ર ઉપરે ને એ રત્નપ્રભા પૃથ્વીએ ઘણું સમ મનહર ભૂમિ ભાગ તે મેરૂ પર્વતના મુળ મધ્યે અષ્ટ પ્રદેશ ગેસ્તનાકારે રૂચક છે. તે સમ ભૂમિતળ જાણવું. ત્યાંથી સાતસે ને નેવું ભેજન ઉંચા જઈએ ત્યાં એકસો ને દશ જોજનને • જડપણે તિપિ દેવતાના ત્રીછા અસંખ્યાતા તિષિ વિમાન અસંખ્યાત લાખ છે. એમ
અનંતા તિર્થંકરે કહ્યું છે. વળી તે વિમાન અર્ધ કાઠના ફળને સંસ્થાને છે. એને વર્ણન પનવણું સૂત્રના ઠાણુપદથી જાણ. જાવત્ ચંદ્રમા ને સૂર્ય એ બે ત્યાં તિષિના દ્ર
તિપિના રાજા વસે છે. તે મોટી રૂધીના ધણ જાવત્ સુખમય વિચરે છે. પ્રશન–હે ભગવંત, સુર્યનામા તિષિને ઇદ્ર તિપિને રાજા તેને કેટલી પરખદા છે? ઉત્તર–હે ગતમ, તેને ત્રણ પરખદા છે. તુંબા ૧, વૃટિતા ૨, ને પચા ૩, તેમાં વળી માહીલી તુંબા, મધ્યની ત્રુટિતા ને બાહરલી પરખંદા પડ્યા.
શેષ અધિકાર પરખદામાન પ્રમુખ ને આવાખા પ્રમુખ વાણવ્યંતરના કાળંદ્રના સરખો જાણ. ને પરખદાન અર્થ પ્રમુખનો અધિકાર ભવનપતિના ચમરેંદ્રના સરખો જાણો. તેમજ ચંદ્રમાને પણ એમજ સૂર્યની પરે અધિકાર જાણવો.
પ૬, દ્વિપ, સમુદ્રના અધિકારી તેમાં પ્રથમ જંબુદ્વીપનો અધિકાર ૧, પ્રશ્ન–હે ભગવંત, ક્યાં છે દી૫, સમુદ્ર? કેટલા છે દ્વીપ સમુદ્ર? કેવડા મોટા છે દ્વીપ, સમુદ્રી યે આકારે છે દીપ, સમુદ્રઃ યે ભાવે છે દીપ, સમુદ્રી યે સ્વરૂપ છે દ્વીપ, સમુદ? ઉતર–હે ગતમ, જબુદ્દીપ આદ દઈને અસંખ્યાતા દીપ છે ને લવણ સમુદ્ર આદ દઈને અસંખ્યાતા સમુદ્ર છે. સંસ્થાનથી એકજ આકારે છે તે વિસ્તારપણે અનેક પ્રકારના છે. વિસ્તારપણે પ્રથમ બાપથી પ્રથમ સમુદ્ર બમણ તેથી બીજે દ્વીપ બમણ તેથી બીજે સમુદ બમણે એમ વિસ્તારપણે બમણ બમણું પહોળપણે છે. તે મળે જે સમુદ્ર છે તે કલોલ કરી શોભતા છે. ને દી૫ મણે કહ પ્રમુખ ઘણા છે. ત્યાં ઉત્પલ પદ્મ, ચંદ્રવિલાસી, સૂર્યવિકાસી કમળ નલીયું, શુભગ તે રાતું કમળ, સોગંધીક કમળ, પુંડરીક વેત કમળ, મહા પુંડરીક કમળ સત (સો) પત્ર કમળ, સહસ્ત્ર (હજાર) પત્ર કમળ પ્રમુખ; વેત અથવા રત ફુલ અને તેની પીલી કેસરાં તેણે કરી સહીત છે. પ્રત્યેક પ્રત્યેક દીપ ને સમુદ્ર પદ્મવર વેદિકાએ સહીત છે. એટલે પર ગહની પરે પાવર વેદિકા છે. વળી પ્રત્યેકે પ્રત્યેકે વનખંડ સહીત છે. એટલે વેદિકા કેડે વનખંડ વટી વળ્યું છે. એ ત્રીછાલકે અસંખ્યાતા દ્વીપ સમુદ્ર છે. તે મળે જંબુદ્વીપ આદિ (પેલે) છે, ને સ્વયંભૂરમણ સમુદ્ર અંતે છેલે છે. અહો સાથે આયુષ્યવંતે! તે મધ્યે આ જ બુદીપનામા દીપ. સર્વ દીપ ને સર્વ સમુદ્રમાં માહીલો છે, ને સર્વ દીપથી લધુ છે. તે જંબુદીપ વૃતાકારે ગોળ છે (પાણીમાં તેલનું ટીપું નાખતાં તેલનું ચક ગેળ કુંડાળું પડે તે) તેલના પુડલા જેવા ગોળ હોય તેવો ગોળ છે, રથના પૈડાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org