________________
[૩૩૦
આઠ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
કે પ્રથમ સમયના ઉપના નારકી ૧. (તત્કાલોત્પન) ઉપપાત સમય ટાળીને દ્વીતીયાદિક સમયના તે અપ્રથમ સમયના નારકી ૨. એમ પ્રથમ સમયના તિર્યંચ ૩. અપ્રથમ સમયના તિર્યંચ ૪. પ્રથમ સમ્યના મનુષ્ય ૫. અપ્રથમ સમયના મનુષ્ય ૬. પ્રથમ સમયના દેવતા ૭. ને અપ્રથમ સમયના દેવતા ૮. પ્રશ્ન–હે ભગવંત, પ્રથમ સ ત્પન્ન નારકીને કેટલા કાળની સ્થિતિ છે ? ઉત્તર–-હે મૈતમ, જધન્યથી એક સમય ને ઉત્કૃષ્ટપણે પણ એક સમયની સ્થિતિ છે. (તે એક ઉપજવાને સમય વહી જાય ત્યારે તે અપ્રથમ સમયનો કહેવાય તે માટે ઉપજતાં પ્રથમ સમય લગીજ પ્રથમ સમયીક હોય તે માટે.) પ્રશ્ન–હે ભગવંત, અપ્રથમ સમયના નારકીને કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર–હે ગેમ, જઘન્યથી દશ હજાર વરસ એક સમયે ઉણી (ઉપજવાને પહેલે સમયે પ્રથમ સમયી કહેવાય તે ન ગણાય તે માટે.) ને ઉત્કૃષ્ટપણે તેત્રીશ સાગરેપમ એક સમયે ઉણી સ્થિતિ જાણવી. (ઉપજવાને સમયે ઉણી જાણવી.) એમ સર્વત્ર જાણવું. પ્રશ્ન–હે ભગવંત, પ્રથમ સ ત્પન્ન તિર્યચને કેટલા કાળની સ્થિતિ છે ? ઉતર–હે ગૌતમ, જઘન્યપણે ને ઉત્કૃષ્ટપણે પણ એક સમયની સ્થિતિ હોય. (પછે અપ્રથમ સમયી થાય તે માટે.) પ્રશ્ન–હે ભગવંત, અપ્રથમ સમયના તિર્યંચને કેટલા કાળની સ્થિતિ છે ? ઉતર–હે ગૌતમ, જઘન્યથી ક્ષુલ્લક ભવ ગ્રહણ એક સમયે ઉણાની (સર્વથકી નાહને બસેં ને છપન્ન આવળીકાનો ભવ તે ક્ષુલ્લક ભવ કહીએ. ને સમયાત્પન્ન તે પૂર્વવત્ત જાણવું) ને ઉત્કૃષ્ટપણે ત્રણ પલ્યોપમ એક સમયે ઉણું સ્થિતિ હોય. પ્રશ્ન–હે ભગવંત, પ્રથમ સમયી મનુષ્યને કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર-હે મૈતમ, પ્રથમ સમયી મનુષ્યને ને અપ્રથમ સમયી મનુષ્યને જેમ તિર્યંચની સ્થિતિ કહી તેમજ કહેવી. પ્રશ્ન-- હે ભગવંત, પ્રથમ સમયી દેવતાને કેટલા કાળની સ્થિતિ છે ? ઉતર–હે ગૌતમ, પ્રથમ સમયી દેવતાને ને અપ્રથમ સમયી દેવતાને જેમ નારીની સ્થિતિ કહી તેમજ કહેવી. પ્રશન–હે ભગવંત, પ્રથમ સમયના નારકીને કેટલા કાળની કાય સ્થિતિ હોય ? ઉતર–હે ગૌતમ, પ્રથમના નારકીને ને અપ્રથમ સમયના નારકીને જે ભવ સ્થિતિ કહી તેજ કાય સ્થિતિ જાણવી. (નારકી મરી અંતર રહીત નારકી ન થાય તે માટે.) એમજ દેવતાની પણ કાય સ્થિતિ નારકી પરે જાણવી. પ્રશન–હે ભગવંત, પ્રથમ સમયના તિર્યંચ, પ્રથમ સમયના તિર્યંચ પણે કેટલે કાળ રહે?
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org