________________
[૩૩૬
સર્વ જીવને અધિકાર,
સમયી અસંખ્યાત ગુણ છે ૮. પ્રશ્ન–હે ભગવંત, પ્રથમ સમયના એકેંદ્રી ૧. અપ્રથમ સમયના એકેદ્રી ૨. જાવત પ્રથમ સમયના પચેંદ્રી ૯. ને અપ્રથમ સમયના પચેંદ્રી ૧૦. એ દશ માંહે કહ્યું કયા કયા થકી થંડા ઘણું હેયી ઉતર–હે ગૌતમ, સર્વ થકી થડા પ્રથમ સમયના પચેંદ્રી છે ૧, તેથકી પ્રથમ સમયનાં ચઉરીશ્રી વિશેષાધિક છે , તેથકી પ્રથમ સમયના ઇદ્રિ વિશેષાધિક છે ૩, તેથકી પ્રથમ સમયના બેઈદિ વિશેષાધિક છે , તેથકી પ્રથમ સમયના એકેંદ્રી વિશેષાધિક છે ૫, (બેઈકિયાદિક માંહેથી ઉપજતા અસંખ્યાતાજ પામીએ તે માટે.) તેથકી અપ્રથમ સમયના પચેંદ્રી અસંખ્યાત ગુણ છે , તેથકી અપ્રથમ સમયના ચઉરીશ્રી વિશેષાધિક છે ૭, તેથકી અપ્રથમ સમયના તેઈદ્રિય વિશેષાધિક છે ૮, તેથકી અપ્રથમ સમયના બેઇદ્રિ વિશેષાધિક છે ૯, ને તેથકી અપ્રથમ સમયના એકેંદ્રી અનંત ગુણ છે ૧૦. એ દશ પ્રકારના સંસારી જીવ કહ્યા. એટલે શ્રી જીવાભીગમ સૂત્રે દશ વિધ પ્રતિપતિ સંપૂર્ણ થઈ. એટલે સંસારી જીવને અભિગમ વાનરૂપ સંપૂર્ણ થશે.
૧૩૮, સર્વ જીવન અધિકાર સર્વ જીવને વિષે એહ નવ પ્રતિપતિ એણી પરે કહીએ. તે કહે છે. કેટલાએક આચાર્ય એમ કહે છે જે બે ભેદે સર્વ જીવ કહ્યા છે. જાવત કેટલાએક આચાર્ય એમ કહે છે જે દશ ભેદે સર્વ જીવ કહ્યા છે. તેમાં પ્રથમ બે ભેદ કહે છે. - ૧૩૯, બે ભેદ સર્વ જીવના આળાવા ૧૩, તેમાં તેની કાયસ્થિતિ,
અંતર ને અલ્પ બહત્વને અધિકાર, તેમાં જે આચાર્ય એમ કહે છે જે બે ભેદે સર્વ જીવ છે તે એમ કહે છે કે. સીદ્ધ ૧, ને અસિદ્ધ તે સંસારી જીવ ૨. પ્રશન- હે ભગવંત, સિદ્ધ સિદ્ધપણે કેટલે કાળ રહે? ઉતર– હે ગૌતમ, સિદ્ધની આદિ છે પણ અંત નથી. માટે તેને કાળ કહેવાય નહીં. પ્રશન–હે ભગવંત, અસિદ્ધ અસિદ્ધપણે કેટલો કાળ રહે? ઉતર–હે મૈતમ, અસિદ્ધ તે સંસારી જીવ તેના બે ભેદ છે. તે એક જેની આદિ પણ નહિ અને અંત પણ નહિ. તે અભવ્યજીવ ૧, અને જેની આદિ નથી પણ અંત છે તે ભવ્ય જીવ કહીએ ૨, પણ એ બેન કાળનું ભાન કહેવાય નહિ. પ્રશ્ન–હે ભગવંત, સિદ્ધને કેટલા કાળનું અંતર છે? ઉત્તર–હે ગૌતમ, સાદિ અપર્ય વસિત (આદિ છે પણ અંત નથી) ને અંતર નથી. ( સિદ્ધ પાછા સંસારી થાય નહીં માટે.)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org