________________
(૩૪૦
બે પ્રકારના સર્વ જીવની પ્રતિપતિ.
અથવા વળી બે ભેદે સર્વ જીવ કહ્યા છે. આહારી ૧, ને અણુહારી ૨, (વિગ્રહ ગતિ, કેવળ સમુદ્દઘાત, અજગી અને સિદ્ધ) પ્રશ્ન- હે ભગવંત, આહારી જીવ આહારીપણે કેટલે કાળ રહે? ઉતર– હે ગૌતમ, આહારી જવ બે ભેદે છે. તે છ મસ્થ આહારી ૧, અને કેવળી આહારી ૨. પ્રશ્ન–હે ભગવંત, છમસ્થ જીવ આહારીપણે કેટલો કાળ રહે? ઉતર–હે ગતમ, જઘન્યથી એક સુઘક ભવ તેપણ બે સમયે ઉણ રહે. (તે કેમકે વિગ્રહગતી બે સમય અણહારી રહીને ક્ષુલ્લક ભવ કરે તે ભોગવીને વળી વિગ્રહગતિ અણુહારી થાય ત્યારે એ માન જાણવું.) અને ઉત્કૃષ્ટપણે અસંખ્યાત કાળ જાવત ક્ષેત્રથી આંગુળના અસંખ્યાતમા ભાગ માંહે જેટલા આકાશ પ્રદેશ હેાય તેટલી ઉત્સર્પિણિ અવસપિણિ લગી રહે (વિગ્રહગતી ન કરે આહારીજ રહે.) પ્રનિ- હે ભગવંત, કેવળી આહારીપણે કેટલે કાળ રહે ? ઉતર–ૌતમ, જઘન્યથી અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટપણે દેસે ઉણી પૂર્વ કેડી લગી આહારી હેય. અન–હે ભગવંત, અણુહારી અણહારીપણે કેટલ કાળ રહે? ઉત્તર–હે ગૌતમ, અણુહારી બે ભેદે છે. છમસ્થ અણહારી ૧, અને કેવળી અણહારી ૨. પ્રશ્ન–હે ભગવંત, છમસ્થ અણુહારી છદ્મસ્ત અણહારીપણે કેટલો કાળ રહે ? ઉત્તર– હે ગૌતમ, જઘન્યથી એક સમય રહે અને ઉત્કૃષ્ટપણે બે સમય રહે વિગ્રહગતિ વર્તત થકે એટલું અણુહારી રહે તે માટે. વળી ગ્રંથાંતરે ત્રણ સમય પણ અણુહારી કહ્યા છે પણ શ્રી સિદ્ધાંત માહે કહ્યું તે તહેત છે.) પ્રશ્ન–હે ભગવંત, કેવળી અણહારી કેવળી અણહારીપણે કેટલો કાળ રહે? . ઉતર–હે ગૌતમ, તેના બે ભેદ છે. તે સિદ્ધ થયા તે કેવળી સદાય અણુહારી છે , અને મનુષ્ય ભવે રહ્યા. કેવળી ક્યારેક અણાહારી (કેવળ સમુદ્ધાત વેળા) હેય. ૨. પ્રશન–હે ભગવંત સિદ્ધ થયા તે કેવળી અણહારી કેટલી કાળ લગી રહે? ઉત્તર–હે ગતમ, અણુહારી થયાની આદિ છે પણ અંત નથી. (સિદ્ધ પાછા આહારી નહીં થાય તે માટે) પ્રશન–હે ભગવંત, ભવસ્થ કેવળ અણુહારીપણે કેટલે કાળ રહે? ઉતર–હે ગૌતમ, ભવસ્થ કેવળી અણહારી બે ભેદે છે. સગી ૧, (તેરમે ગુણુઠાણે ભવસ્થ કેવળી સમુદઘાત કરતાં અણુહારી હોય) અને અજોગી ૨. (ચઉદમે ગુણઠાણે ભવસ્થ કેવળી અણુહારી હેય.)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org