________________
જંબુપની જગતને વર્ણન,
૧૬૭]
____
'
---
-
--
વળી તે આળી પ્રમુખના ઘરને વિષે, જાવત આદર્શનના ઘરને વિષે, ઘણું હંસાસન છે. જાવત દિશા સો સ્વસ્તિકાસન છે. તે સર્વ રત્નમય છે જેવા યોગ્ય છે. જાત પ્રતિરૂપ છે.
વળી તે વનખંડને વિષે, તે તે ઠામે ત્યાં ત્યાં ઘણાં જાયના માંડવા, જુઈના માંડવા, માલતીના માંડવા, નવમાલતીના માંડવા, વાસંતીનામા વનસ્પતિના માંડવા, દધીવાસુકીનામાં વનસ્પતિના માંડવા, નાગરવેલીના માંડવા, ધાખના માંડવા, નાગલતાના માંડવા, અતી મુક્ત મંડપ, આશ્લેટ મંડપ, નાલેરીના માંડવા, સામળક્ષના માંડવા, નિત્ય ફળ્યાં ફુલ્યાં સર્વ રત્નમય છે. જાવત્ પ્રતિરૂપ છે.
વળી તે જાયના માંડવાને વિષે જાવત સામવિક્ષના માંડવાને વિષે ઘણું પૃથ્વીમય શીલાના પદ છે. તે કહે છે. હંસને સંસ્થાને સંસ્થીત છે, કંચ પંખીને સંસ્થાને સંસ્થીત છે, ગરૂડપંખીને સંસ્થાને સંસ્થીત છે, ઉનતાસને સંસ્થીત છે, નમ્રાસને સંસ્થીત છે, દીર્વાસન સન્યાને આકારે સંસ્થીત છે, ભદ્રાસનને સંસ્થાને સંસ્થીત છે, પક્ષાસનને સંસ્થાને સંસ્થીત છે, મગરમચ્છને સંરથાને સંસ્થીત છે, વૃષભને સંસ્થાને સંસ્થીત છે, સીંહાસનને સંસ્થાને સંસ્થીત છે, પદ્માસનને સંસ્થાને સંસ્થીત છે, દીશા સે
વસ્તિકાસનને સંસ્થાને સંસ્થીત છે, વળી ત્યાં ઘણી ઉત્તમ સન્યા ને આસન તેહને સંસ્થાને પૃથ્વીશીલ્લાના પટ્ટ છે. અહો સાધે આયુષ્યવંતો! તેને સ્પર્શ સુકમાળ છે. તે જે મૃગચર્મ, ૨, બુરનામા વનસ્પતિ, માખણ, અતુલ, તે સરખે સુકુમાળ સ્પર્શ છે. તે સર્વ રત્નમય છે. નિર્મળ છે, જાવંત પ્રતિરૂપ છે. ત્યાં ઘણા વંતરીક દેવતા ને દેવાંજ્ઞા વિશ્રામ કરે છે, સુવે છે, (શ્રી ભગવતિજી સૂત્રના પાંચમા સતકમાં દેવતાને નિંદ્રા કહી છે) બેસે છે, પાસુ પાલટે છે, રમે છે, ઇચ્છીત સુખ ભોગવે છે. ક્રીડા કરે છે, મોહ પામે છે. પુર્વલા ભવના પુર્વલા ઉત્તમ આચરીત, ઉત્તમ મનહર શુભ કલ્યાણકારીયા દતકમ તેહના ઉત્તમ ફળ વૃત્તિવિશેષ જોગવતાં થકાં વિચરે છે. એ વનખંડને વર્ણન પુરો થયો.
વળી તે જગતી ઉપરે ને પાવર વેદિકાને માહીલે પાસે ઈહાં એક મોટો વનખંડ કહ્યો છે. તે વનખંડ દેશેઉણ બે જોજન પહોળપણે છે ને વેદિકા સમાન ફરતે છે. કૃષ્ણ છે. કૃષ્ણશોભા છે. તે પુર્વલા વનના વર્ણન સમાન એ વનને વર્ણન તૃણના શબ્દ રહીત જાણો. (મતલબ કે આ વનમાં તેટલું ઓછું છે.) તે વનને વિષે ઘણું બંતરીક દેવતા ને દેવાંઝા વિશ્રામ કરે છે, શયન કરે છે, બેસે છે, નિષિધ્યા કરે છે, પાસો પાટલે છે, રમે છે, સુખ ભોગવે છે, કીડા કરે છે, મોહ પામે છે. પુર્વલા ભવના પુર્વલા શુભ આચરીત શુભ મૃતક શુભ મનોહર એવા કર્મ તેના ફળ વૃત્તિવિશેષ ભોગવતાં થકાં વિચરે છે. એ જગતિને વર્ણવ પુરો થશે.
૫૮ જંબુદ્વિીપના દ્વારને અધિકાર, પ્રશન–હે ભગવંત, જબુદીપ નામાદીપ તેને કેટલાં દ્વાર કહ્યાં છે ? ઉતર–હે ગતમ, તેના ચાર હાર કહ્યાં છે. વિજય ૧, વિજયંત ૨, જયંત ૩, ને અપરાજીત ૪ એ ચાર છે. તેમાં પ્રથમ વિજ્યારનું વર્ણન પુછે છે.
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org