________________
વિજય દેવતાને રાજ્યાભિષેક
૧૮૯ી.
જ્યાં હેમવત ને ઔરણવંત જુગળ ક્ષેત્ર છે. ત્યા રેહતા ૧, રેહતંસા ૨, સુવર્ણ કુળ ૩, ને રૂપકુળા ૪. એ નામે જુગળ ક્ષેત્રની નદી છે ત્યાં આવે, ત્યાં આવીને ત્યાંનું પાણી લઈને બે તટ (કાંઠા) ની માટી લીએ, લઇને પછે જ્યાં સદાપાતી ને માલવંત નામા બે વૃત્ત વૈતાઢય પર્વત છે ત્યાં આવે, આવીને ત્યાંથી સર્વ જાતના સર્વોષધી સરસવને લીએ, સરસવ લઈને પછે જ્યાં મહા હિમવંત ને રૂપી વર્ષધર પર્વત છે ત્યાં આવે, આવીને સર્વ પુષ્કાદિ તેમજ લીએ પુર્વલી પરે. પછે જ્યાં મહા પદ્મદ્રહ ને પુંડરીક કહ છે ત્યાં આવે, આવીને જે ત્યાંના ઉત્પલને તેમજ લીએ. પછે જ્યાં હરીવર્ષ અને રમકવર્ષ બે જુગળ ક્ષેત્ર છે. ત્યાં હરીકાંતા ૧, હરી સલીલ ૨, નરકાંતા ૩, ને નારીકાંતા ૪, નામે નદી છે ત્યાં આવે, આવીને તે નદીના પાણી લીએ, લેઈને પછી જ્યાં વિકટાપાતિ ને ગંધાપતિ નામે બે વૃત્ત વૈતાઢય પર્વત છે. ત્યા આવે, આવીને સર્વ જાતિના ફુલ, પાણી, તેમજ લીએ, લેઈને પછે જ્યાં નિષધ ને નીલવંત નામે વર્ષધાર પર્વત છે
ત્યાં આવે, આવીને સર્વ રતુના ફળ, ફુલ, તેમજ લીએ, લઇને પછે જ્યાં તીગળ કહ ને કેસરી કહે છે ત્યાં આવે, આવીને કહનું પાણી, પદમ કુલ લીએ, લેઈને પછે જ્યાં પુર્વ મહાવિદેહ ને પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્ર છે જ્યાં સીતા, સદા, મહા નદી છે. જ્યાં સર્વ ચક્રવતિની વિજય છે તેને વિષે જ્યાં માગધ, વરદામ ને પ્રભાસ તિર્થ છે ત્યાં આવે, આવીને તે તિર્થનું પાણી તે તીર્થની માટી લીઓ, લઇને પછે જ્યાં સર્વ અંતર નદી છે ત્યાં આવે, આવીને નદીના પાણી લીઓ, લેને પછે જ્યાં સર્વ વખારા પર્વત છે ત્યાં આવે, આવીને ત્યાંથી સર્વ તુંબ રસ, કષાય રસ. તેમજ લીએ, લેને પછે જ્યાં મેરૂ પર્વત છે,
જ્યાં ભદ્રાસાળ વન છે ત્યાં આવે, આવીને સર્વ તુંબરસ વસ્તુ જાવત્ સર્વ ઓષધી ધેળા સરસવને લઈને પછે જ્યાં નંદન નામે વન છે ત્યાં આવે, આવીને સર્વ કસાય રસ જાવ, સધી સરસવ, સરસ, ગોશીર્ષ, ચંદન પ્રતે ગ્રહે, ગ્રહીને પછે જ્યાં સોમનસ નામે વન છે ત્યાં આવે, આવીને સર્વ કપાય રસ જાવત્ સવધી સરસવ, સરસ ગશીર્ષ, ચંદન ને દેવ સંબંધી પુષ્પમાળા લીએ, લેઈને પછે ત્યાં પંડક નામે મેરૂને શીખરે વન છે ત્યાં આવે, આવીને સર્વ કરાય વસ્તુ જાવત્ સપધી સરસવ, સરસ, ગશીર્ષ ચંદન ને દીવ્ય ઉત્તમ ફુલની માળા ને દરદર ને મલય જાતીને સુગંધ ચંદન જાતીના તે પ્રતે લીએ, લઈને સર્વ દેવતા એકઠા મળે, મળીને પછે જબુદ્દીપને પુર્વ દીસને વિજયનામા દ્વારે થઈને નીકળે, નીકળીને તેહવી ઉત્કૃષ્ટી જાવત દેવતા સંબંધી ગતે કરીને ત્રીછા અસંખ્યાતા દીપ, સમુદ્રને મળે મધ્ય થઈને જાતાં જાતાં થકાં જ્યાં વિજ્ય નામે રાજધાની છે ત્યાં આવે, આવીને વિજ્ય રાજ્યધાની પ્રતે પ્રદક્ષિણ કરતા થકાં જ્યાં અભિષેક કરવાની સભા છે. જ્યાં વિજય દેવતા છે ત્યાં આવે, આવીને બે હાથ એકઠા જેડીને માથે ચઢાવી આવર્ત કરીને વિજયે કરી વધાવે, વધાવીને વિજય દેવતાને આગળે તે મહા અર્થતંત મહધું બહુ મુલ્ય વિપુળ વિસ્તીર્ણ અભિષેક જોગ જળાદિક વસ્તુ મુકે.
ત્યારે તે વિજય દેવતાને ચાર હજાર સામાનીક દેવતા. ચાર અમૃમહીષી (પટરાણી) પરીવાર સહીત, ત્રણ પરખદા, સાત કટક, સાત કટકને અધિપતિ, સોળ હજાર આત્મ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org