________________
[૮૮
ચાર પ્રકારના સ’સારી જીવની પ્રતિપતિ,
પ્રશ્ન-હે ભગવંત, દેવતા મહર્ષિક આહીરલા પુદ્દગળ ગ્રહીને પૂર્વજ વાળ પ્રતે છેદયા ભેદયા વિના સમર્થ થાય? દીર્ઘ કરવા અથવા લઘુ કરવા ?
ઉ-તર—હે ગાતમ, એ અર્થ સમર્થ નહીં. (કરી શકે નહીં.)
પ્રશ્ન-હે ભગવંત, દેવતા મહર્ષિક આહીરલા પુગળ ગ્રહીને પૂર્વજ વાળ પ્રતે છેદી ભેદીને સમર્થ થાય ? તે ગાંઠ દીર્ધ કરવા અથવા લઘુ કરવા?
ઉત્તર—હે ગાતમ, હા સમર્થ થાય. તે ગાંઠ પ્રતે છદ્મસ્થ જીવ ન જાણે ન દેખે એટવી સુક્ષ્મપણે ગાંઠને દીર્ધ (મોટી) કરે અથવા લલ્લુ (નાની) કરે. એ ઈંદ્રીય વિષય તથા દેવ સત્તાના વિચાર પુરેા થયા. હવે ચાલતી જ્યોતિષિની વાત કહે છે.
૧૪, જયોતિષી દેવતાનેા અધિકાર ચાલુ
પ્રશ્ન હે ભગવત, ચંદ્રમા સૂર્યના ત્રૈમાનની હેઠે જે તારારૂપ જ્યાતિષી દેવતા છે. તે કાન્તે કરી હીણુ (ઓછા) તથા તુલ્ય (સરીખા) છે? વળી ચક્રમા સૂર્યને સમભાગે (જોડે) તારા છે તે કાન્તે કરી હીણ તથા તુલ્ય છે? વળી ચંદ્રમા સૂર્યના વૈમાનને ઉપરે તારા છે તે કાન્તે કરી હીણુ તથા તુલ્ય છે?
ઉ-તર—હે ગાતમ, હા. તે તારા કાન્તે કરી હીણુ તથા તુલ્ય છે.
પ્રશ્ન—હે ભગવંત, તે સ્પે અર્થે એમ કહેા છે જે ચંદ્રમા સૂર્યના વૈમાનની હેઠે નવત્ ઉપરે તારા છે તે કાન્તિયાદિકે કરી હીણુ તથા તુલ્ય છે ? ઉ-તર-હે ગાતમ, જેમ જેમ જેવા જેવા તે તારારૂપ વૈમાનના અધિષ્ટાયક દેવતાનાં પૂર્વ ભવને વિષે તપ, નિયમ, બ્રહ્મચર્ય પ્રમુખ ઉત્કૃષ્ટા કીધાં ઉદયે આવ્યાં તેમ તેમ તે દેવતાને કાંન્તાદિકે કરી તેવાં તેવાં લઘુપણે તુલ ખરાખરપણે કહેવાય. તેણે અર્થે હે ગતમ! ચંદ્રમા સૂર્યને જાવત્ ઉપરે પણ તારા કાન્તાર્દિકે હીણુ તથા તુલ્ય છે. (જેણે પાછલે ભવે તપ, નિયમ, બ્રહ્મચર્યાદિક મંદપણે કર્યાં છે તે પ્રાણી તારારૂપ વૈમાનાધિપતિ દેવ ભવને પામ્યા. ચંદ્ર, સૂર્યથી ધ્રુતિ કાંન્તિ વૈભવાદિકની અપેક્ષાયે હીન થાય છે, તે જેણે ભવાંન્તરને વિષે તપ, નિયમ બ્રહ્મચર્યાદિ ઉત્કૃષ્ટપણે આચર્યાં છે તે પ્રાણી તારારૂપ વૈમાનનું અધિપતિપણું પામ્યા શ્રુતિ કાંન્તિ વૈભવાર્દિકે ચંદ્ર, સૂર્ય, દેવ ખરેખર વૈમાન હોય, જેમ મનુષ્ય રાજ્ય પામ્યા નથી પણ રાજાની ખરેખર સુખ ભે!ગવે છે તેમ.)
પ્રશ્ન—હે ભગવ'ત, અકેકા ચંદ્રમા સૂર્યને કેટલા નક્ષત્રને પરીવાર છે? કેટલા મોટા ગ્રહને પરીવાર છે? ને કેટલી ક્રોડાક્રેાડી તારાના પરીવાર છે?
ઉત્તર—હે ગાતમ, અકેકા ચંદ્રમા સૂર્યને અઠયાસી મેહાટા ગ્રહ ( મંગળ પ્રમુખ ) તે અઠયાવીસ નક્ષત્ર (અભિચિત પ્રમુખ) એ એક ચદ્રમાના પરીવાર છે. (ગ્રહ, નક્ષત્ર, તારા એ સર્વે ચંદ્રમાના સેવક છે તે પણ ડાં સૂર્ય, ચંદ્રમા એ ઇંદ્ર છે તે માટે ખનેને મધ્યસ્થ ભાવે પરીવાર કહ્યા.) હવે તારાની સંખ્યા કહે છે. છાસઠ હાર, નવસે પંચતેર એટલી ક્રડાક્રેાડી તારા એક ચંદ્રમાના પરીવાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org